તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

UK ચૂંટણીમાં 12 ભારતીય મૂળના ઉમેદવારોએ વિજેતા બની સર્જ્યો ઈતિહાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડન. શુક્રવારે યૂકેના જાહેર થયેલા સામાન્ય ચૂંટણીના પરિણામમાં ભારતીય મૂળ 12 ઉમેદવારોએ વિજેતા બની ઈતિહાસ સર્જ્યો છે. બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સના જાહેર થયેલા પરિણામોમાં તનમનજીત સિંહ પહેલા પાઘડી ધારક શીખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જ્યારે પ્રિત કૌરે ચૂંટાઈ આવેલી પહેલી શીખ મહિલા હોવાનું ગૌરવ મેળવ્યું છે. ભારતીય મૂળના 12 સાંસદો ચૂંટાયા હોવાનો હાઉસ ઓફ કોમન્સમાં પણ આ એક રેકોર્ડ છે, અગાઉનો રેકોર્ડ 10 સાંસદોનો હતો. 12 પૈકી 6 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
 
શીખ સમુદાયનો યૂકેના રાજકારણમાં વધી રહ્યો છે દબદબો
 
- ચૂંટણીમાં તનમનજીત સિંહ ધેસી અને પ્રિત કૌર ગિલનો વિજય શીખ સમુદાયનું યૂનાઇટેડ કિંગડમના રાજકારણમાં વધતા પ્રભુત્વને દર્શાવે છે.
- અગાઉની પાર્લામેન્ટમાં ભારતીય મૂળના 10 સાંસદો હતા. જેમાં 5 લેબર પાર્ટી અને 5 કંઝરવેટિવ પાર્ટીના ઉમેદવાર હતા. આ વખતની ચૂંટણીમાં પણ આ 10 લોકોએ પોતાનું સાંસદ પદ જાળવી રાખ્યું છે.
- મહત્વપૂર્ણ છે કે 50 જેટલા ભારતીય મૂળના ઉમેદવારો એવા પણ છે જેઓને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.
- ઉલ્લેખનીય છે કે, થેરેસા મેએ સાત અઠવાડિયા પહેલા મિડ-ટર્મ ચૂંટણીની જાહેરાત કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
   
ધેસી અને ગિલ સિવાય ભારતીય મૂળનું કોણ જીત્યું, કોણ હાર્યું?
- ધેસી અને ગિલ બંને વિપક્ષી લેબર પાર્ટીના સાંસદો છે જેઓ વડાપ્રધાન થેરેસા મેની વિરોધની પાર્ટી છે.
- ધેસી સ્લોઘથી વિજેતા બન્યા છે જ્યારે ગિલ બર્હિંમઘમ એડબેસ્ટનથી વિજેતા થયા છે.
- ટેલફોર્ડમાં કુલદિપ સહોતા જેઓ પણ પાઘડી પહેરતા શીખ ઉમેદવાર હતા, તેઓને 720 વોટથી હારનો સામનો કરવો પડ્યો છે.
- ગોવા મૂળના અને લેબર નેતા કેથ વાઝ જેઓ 1987થી લેકસ્ટર ઈસ્ટ બેઠક પરથી ચૂંટાતા આવે છે તેમણે સરળતાથી પોતાની સીટ જાળવી રાખી છે.
- તેમની બહેન વેલેરી વાઝે પણ પોતાની વાલસોલ સાઉથ બેઠક જાળવી રાખી છે.
 
થેરેસા મેના સહયોગી એવા ભારતીય મૂળના ઉમેદવારોનો શું થયો હાલ?
 
- થેરેસા મે સરકારમાં મિનિસ્ટર ફોર એશિયાની જવાબદારી સંભાળતા આલોક શર્માએ પોતાની રિડિંગ વેસ્ટની સીટ જાળવી રાખી છે.
- જ્યારે 2015માં વોલવરહેમ્પટન સાઉથ વેસ્ટ બેઠક પર ઓછા અંતરથી હારનો સામનો કરનારા પોલ ઉપ્પલના વિજયની સંભાવના વધુ દેખાઈ રહી છે.
- ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટીર પ્રિતિ પટેલ તથા રિષિ સુનકે આસાનીથી પોતાની વિથમ અને રિચમંડ યોર્કશાયર બેઠક જાળવી રાખી છે આ બંને સાંસદો કંઝર્વેટિવ પાર્ટીના છે.
- આજ પાર્ટીના શૈલેષ વારાએ કેમ્બ્રિજશાયર નોર્થ વેસ્ટ સીટ જાળવી રાખી છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, કંઝર્વેટિવમાં રાઇજિંગ સ્ટાર મનાતા અમિત જોગીયાની થઈ હાર..ભારતીય મૂળના અન્ય ઉમેદવારોએ પોતાની બેઠક જાળવી રાખી કે ગુમાવી?
અન્ય સમાચારો પણ છે...