• Gujarati News
  • 113 Year Woman Marries 70 Year Toyboy After Six Months Romance

શું થયું જ્યારે 70 વર્ષના વૃદ્ધે 113 વર્ષની મહિલાને કહ્યું 'I LOVE U'

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીનમાં એક છોટી સી લવસ્ટોરી જેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં 70 વર્ષના એક વૃદ્ધે 113 વર્ષની એક મહિલાનું હાથ પકડી મૃત્યુ સુધી તેને પોતાની જીવનસાથી બનાવી છે. બન્નેની પ્રેમકથા પણ ભારે રસપ્રદ છે. બન્નેનો પ્રેમ પરવાન ચઢ્યો એમા છ મહિના કરતાય ઓછો સમય લાગ્યો હતો.
આટલા નાના સમયગાળા દરમિયાન જ એમતી અહેમતી(70 વર્ષ)ને 113 વર્ષની અજાતિહાન સાઉતી સાથે પ્રેમસંબંધ બંધાણો હતો. ને પ્રેમેય કેવો. એમતી, અજાહિહાનને જોયા વગર એક એક ક્ષણ પન વિતાવી શા શકે એવો. બન્ને શિનજિયાંગ પ્રાંતના બાચુ જિલ્લામાં લગ્નગ્રંથીએ જોડાઈ ગયાં. આ જ અઠવાડિયાએ બન્ને લગ્ન કરી લીધા.

પ્રથમ પ્રસ્તાવ ફગાવી દીધો હતો.
અંગ્રેજી ન્યુઝ સાઈટ ડેઈલી મેઈલના જણાવ્યા અનુસાર બન્નેની પ્રથમ મુલાકાત ચીનના એક નર્સિંગ હોમમાં થઈ હતી. અહીં જ બન્નેને ઈશ્કની ખુમારી ચડી હતી. અલબત્ત, પ્રથમ તો અજાતિહાન પોતાને એમતીથી દૂર રાખવા પ્રયાસ કરતી હતી. આ માટે તે એમતી કરતા ઘણી મોટી હોવાનું માનતી હતી. જોકે, માને એ બીજા એમતી નહીં. તેને તો અજાતિહાનમાં જ રબ દેખાતો હતો. એમતીએ અજાતિહાન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ રાખ્યો જે અજાતિહાને ફગાવી દીધો હતો.

બાદમાં કહ્યું 'હાં, લગ્ન કરીશ'
ગત વર્ષે આ વયોવૃદ્ધ યુગલ વચ્ચે રોમાન્સ શરૂ થયો હતો. અજાતિહાને છ મહિના સુધી એમતીને રાહ જોવડાવ્યા બાદ આખરે એપ્રિલમાં તેનો પ્રસ્તાવ સ્વિકારી લીધો હતો. અને બન્નેએ લગ્ન કરી લીધા હતાં.
આગળની સ્લાઈડમાં જુઓ, આ અનોખી જોડીની તસવીરોઃ