તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 10,000 Cameroonians To Flee From The Border Regions With Nigeria's Borno State

બર્બર બોકો હરામઃ 2,000 લોકોનો ભોગ લીધા બાદ 10,000ની હિજરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ મબાસ્સ ગામ પર બોકો હરામે હુમલો કરી 20000થી વધુ લોકોનો મારી નાખ્યા હતાં)
ઈન્ટરનેશનલ ડેસ્કઃ બોકો હરામનો નેતા હોવાનો દાવો કરનારી એક વ્યક્તિએ વીડિયોમાં જણાવ્યું છે કે આ મહિનાની શરૂઆતમાં નાઈજીરિયાના બાગા શહેરમાં હુમલો કરીને 2,000 લોકોને તેના લડાકુઓએ મોતને ઘાટ ઉતારી દીધા હતાં. અબુબકર શેકુ મનાઈ રહેલા આ વ્યક્તિએ એવો દાવો પણ કર્યો કે 'તેણે અલ્લાહના આદેશ પર લોકોને માર્યા હતાં.' આ સાથે જ તેણે વધુ હુમલાઓની ચેતવણી ઉચ્ચારી છે.
ઉલ્લખનીય છે કે જાન્યુઆરીની શરૂઆતમાં નાઈજીરિયાના બાગામાં બોકા હરામના આતંકવાદીઓ ત્રાટક્યાં હતાં. જેમણે 2,000થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. જોકે, નાઈજીરિયન સરકારના મતે આ આકંડો 150 જ હતો.
સમાચાર એજન્સી એએએફપીના મતે આ વીડિયો 35 મિનીટનો છે. જેમા શેકુ હોવાનો દાવો કરનારો શખ્સ કહે છે કે 'બાગામાં લોકોને અમે માર્યા. અમે ખરેખર એમની મારી નાખ્યા કારણ કે અલ્લાહે પોતાની કિતાબમાં આવું કરવાનો અમને આદેશ આપ્યો છે. '

2,000 લોકોનો ભોગ લીધા બાદ 10,000ની હિજરત

તાજેતરમાં જ નાઈજીરિયાના બાગા પર હુમલો કરી 2,000 લોકોને મોત ઘાટ ઉતારી દીધા બાદ બોકો હરાના હુમલાઓને કારણે કેમરૂનના 10,000 કરતા વધુ લોકોને ઘરબાર છોડી ભાગી જવાની ફરજ પડી છે. નાઈજીરિયાની બોર્ડરને અડીને આવેલા કેમરૂનના વિસ્તારોમાંથી આ લોકો હિજરત કરી ગયા છે.

આ પહેલા બોકો હરાના વડા અબુબકર શેકુએ કેમરૂનને પોતાનું બંધારણ ત્યજી ઈસ્લામ અંગીકાર કરવાની ધમકી આપી હતી. જો આવું કરવામાં નહીં આવે તો કેમરૂનવાસીઓને નિશાન બનાવવાની પણ તેણે ચીમકી આપી હતી. જે બાદ, હજારોની સંખ્યામાં કેમરૂનવાસીઓ સુરક્ષિત સ્થળે હિજરત કરી ગયાં છે.

હ્યુમેનટેરિયન ક્રાઈસિસ

બોકો હરામ દ્વારા વાંરવાર કરાઈ રહેલા હુમલાઓને કારણે કેમરૂનમાં અનાજની અછત અને હ્યુમેનટેરિયન ક્રાઈસિસ સર્જાઈ શકે એમ છે. કેમરૂન સરકારના પ્રવક્તાએ સંબંધીત આશંકા વ્યક્ત કરી છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા હુમલાઓ દરમિયાન ચલાવાતી લૂંટ આ માટેનું મુખ્ય કારણ ગણાવાયું છે.

એજ્યુકેશન ક્રાઈસિસ

બોકો હરામને કારણે નાઈજીરિયાની શિક્ષણ વ્યવસ્થા પર પણ વિપરીત અસર પડી રહી છે. બાગામાં બોકો હરામ દ્વારા ચલાવાયેલા નરસંહાર અહીંની દસ શાળાઓ બંધ કરી દેવાઈ છે. દેશના શિક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર બોકો હરામ દ્વારા વારંવાર કરાઈ રહેલા હુમલાઓને કારણે પહેલાથી જ 140 જેટલી શાળાઓ બંધ થઈ ગઈ છે.

નાઈજીરિયામાં અસરગ્રસ્ત બાળકોને આશ્રય આપવા પ્રયાસ કરી રહી છે. જોકે, મરઔઆ ટાઉનના એક પ્રાથમિક શિક્ષક બર્નાડિટ એપ્પીના જણાવ્યા અનુસાર આવા વિદ્યાર્થીઓ માટે આ એક નૈતિક્તાના વાતો માત્ર છે. એથી વિશેષ કશુંય નથી.

આ અંગે વધુ વાંચવા માટે ફોટો સ્લાઈડ કરોઃ