તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઉદી અરબના નજરાનના એક મકાનમાં આગ, 10 ભારતીયો ભડથું, 6 ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નજરાનઃ સાઉદી આરબના નજરાનના એક મકાનમાં આગ લાગવાથી લગભગ 10 ભારતીયોના દાજી જવાથી મોત થયાં છે, જયારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ લોકો એક કન્સ્ટ્રકશન કંપનીમાં કામ કરતા હતા અને તેઓ ફૈસલિયા જિલ્લામાં એક બજારની નજીક રહેતાં હતા. શરૂઆતી તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. ત્યારે આ ઘટના પર સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી ખેદ વ્યક્ત કર્યો છે અને ભારતીય વાણિજ્ય કચેરીના અધિકારીઓ નજરાન જઈ રહ્યાં છે.
 
10 ભારતીયો ભડથું, 6 ઘાયલ
 
- સાઉદી અરબમાં બુધવારે રાત્રે એક મકાનમાં આગ લાગવાથી તેમાં રહેતા 10 ભારતીયોના મોત નિપજ્યાં છે જયારે 6 લોકો ઘાયલ થયા છે.
- આ દૂર્ઘટનામાં અન્ય એક વ્યક્તિનું પણ મોત નિપજ્યું છે પરંતુ તેની ઓળખ હજુ સુધી થઈ નથી.
- સાઉદી અરબના નજરાન નામના એક શહેરના મકાનમાં આ આગ લાગી છે.
- પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. 
- આ પહેલાં અરબ ન્યૂઝે સાઉદી નાગરિકની સુરક્ષાના હવાલાથી જણાવ્યું હતું દક્ષિણી નજરાન સ્થિત એક મકાનમાં 11 કારીગરો માર્યા ગયા છે જયારે છ ઘાયલ થયા છે.
- આ તમામ લોકો ભારત અને બાંગ્લાદેશથી છે.
- સાઉદી ગેઝટ મુજબ ઘાયલ 6 ઘાયલ લોકોમાંથી 4 ભારતથી છે.
 
 
‘મેં જેદ્દાહ સ્થિત ભારતીય કચેરી સાથે વાત કરી છે’
 
- આ દૂર્ઘટના બાદ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી જણાવ્યું કે, “નજરાનમાં આગની દૂર્ઘટના ઘટી હોવાની માહિતી મળી જેમાં આપણે 10 ભારતીયોને ગુમાવ્યાં છે અને 6 ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં છે.”
- સુષ્મા સ્વરાજે ટ્વિટના માધ્યમથી વધુમાં કહ્યું કે, “મેં જેદ્દાહ સ્થિત ભારતીય કચેરી સાથે વાત કરી છે. નજરાન જેદ્દાહથી 900 કિલોમીટર દૂર છે. આપણા કર્મચારીઓ જલ્દીથી ત્યાં પહોંચ્વાના પ્રયાસો કરી રહ્યાં છે. આપણા રાજદૂત નજરાનના ગર્વનર સાથે સંપર્કમાં છે અને તેઓ મને આ અંગે જાણકારી આપી રહ્યાં છે.”
- વિદ્યા એસ. નામની એક મહિલાએ ટ્વિટર પર વિદેશ મંત્રી પાસે પોતાના પતિના મોત અને તેના શબને સ્વદેશ લાવવા માટે મદદ માગી હતી. 
અન્ય સમાચારો પણ છે...