• Gujarati News
  • मोदी और उनकी माँ ने नवाज़ की माँ को किया भावुक

નરેન્દ્ર મોદી અને તેમની માતાએ નવાઝ શરીફનીમાતાને કર્યા ભાવુક શા માટે વાંચો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની હાજરીને લીધે ચાર ચાંદ લાગી ગયા હતાં. શપથગ્રહણપછી મોદીએ ટ્વિટર મારફતે નવાઝ શરીફ સાથે થયેલી ચર્ચાની વાત કરી છે પરંતુ તેની વિગતો આપી નથી. આટલું જ નહીં વાતચીતમાં ભાવુકતા પર પણ પ્રકાશ પાડ્યો નથી.
મોડી રાતે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે થયેલી ચર્ચા અંગે મોદીએ ટ્વિટ કરતાં કહ્યું છેકે નવાઝ શરીફે તેમને કહ્યું હતું કે તેઓ ઈસ્લામાબાદમાં રહે છે, પરંતુ અઠવાડિયામાં એક વાર માતાને મળવા અચૂક જાય છે.
મોદીએ જણાવ્યું કે એકવાર તેઓ તેમની માતા સાથે ભોજન લઈ રહ્યા હતા ત્યારે ટીવી મારી માતાને મને મીઠાઈ ખવડાવતા જોયા હતા. આ ઘટનાથી શરીફજી અને તેમની માતા ભારે ભાવુક થઈ ગયા હતાં.
વાતચીત
નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ વચ્ચે આજે એટલે કે મંગળવારે 12 વાગ્યાની આસપાસ બે તબક્કામાં ચર્ચા યોજાનાર છે. બંને દેશોની નજર આ મંત્રણા પર છે. બારત આવવા રવાના થતાં પહેલાં નવાઝ શરીફે પાકિસ્તાનમાં જણાવ્યું હતું કે તેઓ શાંતિ સંદેશા સાથે ભારત જઈ રહ્યા છે.