તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Chittorgarh News People Donated 3 Million Rupees And Gold Silver In Sanvalyaji Temple

ભક્તોએ આ મંદિરમાં માત્ર 1 મહિનામાં જ ચઢાવ્યા એટલા કરોડ રૂપિયા કે ગણવામાં લાગ્યા 350 લોકો, ભંડારમાં સોના-ચાંદી તેમ જ ચાંદીની નાની બાઇક પણ મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનમાં ચિત્તોડગઢના સાંવલિયાજી કૃષ્ણધામમાં માસિક મેળો શરૂ થઇ ગયો છે. શુક્રવારે મેળાના પ્રથમ દિવસે ભગવાનનો ભંડાર ખોલાયો. તેમાં 3 કરોડ 15 લાખ 19 હજાર 500 રૂ.ની નોટો નીકળી. તે ગણવામાં 350 લોકોને સાડા 10 કલાકનો સમય લાગ્યો. ભગવાનના ભંડારમાં સોના-ચાંદી તેમ જ ચાંદીની બનેલી એક નાની બાઇક પણ મળી. આ ચઢાવો શ્રદ્ધાળુઓએ છેલ્લા એક મહિનામાં ચઢાવ્યો છે. મંદિર મંડળના વહીવટી અધિકારી કૈલાશચંદ્ર દાધીચે જણાવ્યું કે રૂપિયા ગણવાનું સવારે 11 વાગ્યે શરૂ થયું, જે રાત્રે સાડા 9 સુધી ચાલ્યું. નાના ચલણની નોટો તથા પરચુરણ ગણવાનું હજુ બાકી છે. ગયા વર્ષે આ અમાસે ખોલાયેલા ભંડારમાં 2 કરોડ 34 લાખ 19 હજાર રૂ. નીકળ્યા હતા. 

 

સાંવલિયાજી મંદિરમાં ભગવાનનો ભંડાર દર અમાસે ખોલવામાં આવે છે. મતલબ કે એક વર્ષમાં 12 વખત ભંડાર ખુલે છે પણ માગશર મહિનાની અમાસ ખાસ હોય છે, કેમ કે આ દરમિયાન અહીં માસિક મેળો ભરાય છે. ભંડારના રૂપિયા ગણવામાં બેંક તથા મંદિર મંડળના કર્મચારીઓ જોડાયા. અંદાજે 350 લોકોએ વારાફરતી રૂપિયા ગણ્યા. 

 

અન્ય સમાચારો પણ છે...