તમારી ખુશી પર નિર્ભર કરે છે ખુશ રહેવાનું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'ખુશી’ અથવા 'હેપ્પીનેસ’ અંગે લખાયેલા પુસ્તકોના આધાર પર ખુશમિજાજ લોકોમાં દેખાનારી સામાન્ય વિશેષતાઓની યાદી તૈયાર કરાઇ છે. કેટલીક વિશેષતાઓ વિષે...

તેઓને ખબર હોય છે કે ખુશ રહેવું પસંદ-નાપસંદ પર નર્ભિર રહે છે. તેઓ ખુશ રહેવા માટે સમજીવિચારીને પગલાં ભરે છે. જ્યારે બીજા લોકો ખુશીની રાહ જોવામાં સમય બરબાદ કરે છે.

તેઓ મહત્ત્વાકાંક્ષી અને ઉમંગી હોય છે.તેઓ કોઇ ચીજમાં વિશ્વાસ અથવા કોઇ ચીજની રાહ જોવામાં, ચાન્સ લેવામાં, નસીબ વગેરે વાતોમાં પડતા નથી. તેઓ પોતાની જિંદગીને પોતાના કાબૂમાં રાખે છે.

તેઓને ખબર છે કે તેઓ જીવનમાં શું ઇચ્છે છે અને શું નથી ઇચ્છતાં. તેઓ આવનારી જિંદગીને દેખે છે. જ્યારે બીજા લોકો દર્શકોની જેમ પોતાના જીવનને ફિલ્મની જેમ જુએ છે.

તેઓ સાચો પ્રશ્ન પૂછે છે. જેનાથી તેમને આનંદ મળે. તેમની રચનાત્મકતા વધે.

તે ફરિયાદ અથવા બીજાની નિંદા કરવામાં સમય બરબાદ કરતા નથી. તેઓને ખબર છે કે આમ કરવાથી તેમની શક્તિ બરબાદ થઇ જશે. ફરિયાદ કરવાથી મગજમાં નકારાત્મક વિચારો આવે છે.

તેઓને કોઇપણ બાબતનો ડર લાગતો નથી. તેઓ ડર અને પડકારોનો સામનો કરીને તેનાથી આગળ નીકળવાનો પ્રયાસ કરે છે.

ભૂલ થવાથી તે કોઇનો દોષ કાઢતા નથી. તે દરેક કાર્યની જવાબદારી પોતે જ ઉપાડે છે અને પોતાના ટેલેન્ટમાં નિખાર લાવવાનો સતત પ્રયાસ કરે છે.

તે સમસ્યાનો ચૂપચાપ સમાધાન નીકાળે છે. તે પડકારોનો સામનો કરે છે અને તેનાથી વ્યક્તિગત રીતે મજબૂત બને છે.

લોકો રિએક્ટિવ(પ્રતિક્રિયાત્મક) હોય છે. પણ, તે પ્રોએક્ટિવ(અગ્રસક્રિય)હોય છે.

તે ફિટનેસ પર ધ્યાન આપે છે.તે આવું કોઇને ઇમ્પ્રેસ કરવા માટે કરતાં નથી. જોકે, તેમને ખબર હોય છે કે ફીટ રહેવાથી ખુશી વધશે.