તમે જ નિર્ણય કરશો તમારે શું જોઇએ છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેટલાક વર્ષ પહેલાં મને અને મારી પત્નીને સુંદર અનુભવ થયો. અમે રાતે મિત્રના ઘેરથી પાછા ફર્યા હતા.સડક કિનારે એક યુગલને ઊભેલું જોયું. તેઓ દ્રષ્ટિહીન હતું.સડક પાર કરવા પ્રયાસ કરી રહ્યા હતા. મેં તેમને સડક પાર કરવામાં મદદ કરી અને પૂછ્યું કે આટલી રાતમાં તેઓ ક્યાં જઇ રહ્યા છે. તેમણે કહ્યું કે રેલવે સ્ટેશન. સ્ટેશન ક્રોસિંગથી ત્રણ કિલોમીટર દૂર હતું.તેથી સાંભળીને થોડો મૂંઝાયો.

હું મારી પત્ની સાથે તેમને સ્ટેશન મૂકવા ગયો. આટલા મોડા કેમ પડ્યા તેનું કારણ પૂછતાં પતિએ જવાબ આપ્યો પત્નીને ગુરુવારે મંદિર જવું પસંદ છે અને સાઇબાબાના મંદિરેથી તેઓ પાછા ફરી રહ્યા હતા. હકીકતે તેઓ ખુરશીઓ બનાવતા હતા. જે લોકોને તેમની પાસેથી ખુરશી ખરીદ કરવાની હતી તે મોડા પડ્યા. બે વાગ્યાને બદલે સાત વાગે આવ્યા. તેઓ મદનગઢમાં રહે છે. પરંતુ આજે ટ્રેનથી ફરીદાબાદ જઇ રહ્યા હતા.

હું એ દ્રષ્ટિહીન યુગલની હિંમત પર વારી ગયો. મેં અને મારી પત્નીએ એ વાતનો અહેસાસ કર્યો કે દ્રષ્ટિહીન યુગલ જેટલી સુંદરતાથી કામ કરી રહ્યું હતું એટલી સુંદરતાથી તેઓ ક્યારેય કામ નહીં કરી શકે.તેમણે પોતાની વ્યથા વિશે જણાવ્યું. તેમણે મને વાંસળીની કલ્પના કરવા કહ્યું.

વાંસળીના મુખને અંગૂઠાથી બંધ કરીને બીજી તરફ પાણીનો પાઇપ લગાવવા કહ્યું. અંગૂઠાને કારણે વાંસળીના છેદમાંથી પાણી ફુવારાની જેમ વહેવા લાગશે.તેમણે કહ્યું કે એ જ રીતે ઇશ્વરે તેમની પાસેથી રોશની છીનવી લીધી છે પરંતુ સૂંઘવાની, સાંભળવાની, બોલવાની અને અનુભૂતિ ક્ષમતા વધારી દીધી છે.

આ સાંભળીને હું અને મારી પત્ની ઊર્જાથી છલોછલ થઇ ગયા.જે લોકો પાસે બધું જ હોય છે તેઓ પોતાના જીવનનો આનંદ લેવામાં નિષ્ફળ રહે છે. આ યુગલ દ્રષ્ટિહીન હોવા છતાં જિંદગીનો આનંદ લેતું હતું. શીખવાની વાત એ છે કે આત્મનિર્ભર થવા માટે સંસાધનોની જરૂર નથી.ઓછા સંસાધનોમાં વધુ મેળવી લીધાનો આનંદ લેતાં શીખી જવાથી ફાયદો થશે.

- વિજય બત્રા અમેરિકા અને જાપાનમાં મોટિવેશનલ સ્પીકર રહી ચૂક્યા છે. vijay.batra@dainikbhaskargroup.com