નવવધુનાં ઘરેણાંમાં ટાઇટેનિક અને મુગલ થીમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હમણાં જ મુંબઈની હોટેલ ગ્રાન્ડ હયાતમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા 'ધ ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી વીક'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ઘરેણાંની આધુનિક ડિઝાઇન્સ જોવા મળી હતી. તેમાં મોર્ડન કોન્સેપ્ટ અને ઇક્સક્લુસિવ ડિઝાઇન્સ જોવા મળી હતી. જેમાં દુલ્હન માટેનાં ઘરેણાંની ઘણી બધી વેરાઈટીઝ લૉન્ચ આવી હતી. આ પ્રોગ્રામનો મુખ્ય ધ્યેય, નવા આવી રહેલા ડિઝાઇનર્સને પ્લેટફોર્મ આપવાનું છે. જેના કારણે તેઓ તેમની ડિઝાઇન્સ દુનિયા સામે લાવી શકે અને તેમની રચનાત્મકતાને દુનિયા પણ નિહાળી શકે. માં-પુત્રી માટે સ્પેશિયલ ઘરેણાં: ગીતાંજલી જેમ્સની ગયા વર્ષની થીમ 'બેટી'ને લોકોએ ખુબ વખાણી હતી. આ વખત તેમનું કલેક્શન માં-પુત્રી બંન્ને માટે હતું. જેમાં લાઈટ અને હેવી લુક વાળી બંન્ને ડિઝાઇન્સનાં ઘરેણાં જોવા મળ્યાં. નેકલેસમાં ટાઇટેનિક : જ્વેલરી ડીઝાઇનર લક્ષ પહૂજાનું કલેક્શન પૂરેપૂરુ અલગ જ હતું. તેમણે નેકલેસમાં ટાઇટેનિક ફિલ્મની ઝલક આપી. ફિલ્મના એ સીનને નેકલેસમાં હાઈલાઇટ કરવામાં આવ્યો હતો જેમાં લિયોનાર્ડો ડી કેપ્રિયો, હોરોઇન કેટ વિંસલેટને જહાકાની આગળ હાથ ફેલાવી ઊભી રહેવા કહે છે. આ સ્પેશિયલ ટાઇપના નેકલેસમાં બ્લૂ ડાયમંડ, ચાંદી, સોનું, જિરોકન અને વુડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવવધુનાં ઘરેણાંમાં લાકડાનો ઉપયોગ: મોટાભાગની નવવધુઓ સોના કે હીરાનાં ઘરેણાં પહેરવાનું પસંદ કરતી હતી. હવે તેમને ઘરેણાંમાં અવનવા પ્રયોગો કરવા ગમે છે. એટલા માટે જ લક્ષે 'ફ્યૂજન' થીમમાં કઈંક નવું આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે સોનું, ચાંદી અને હીરાને એક બાજુ મુકી લાકડા અને જિરકોન્સનો ઉપયોગ કરી ફંકી લુક આપવાનો પ્રયત્ન કર્યો છે. એમરલ્ડમાં નવી ડિઝાઇન, નવો લુક: જયપુરમાં આવેલ જ્વેલરી હાઉસે આમ્રપાલીએ પન્ના કલેક્શન લૉન્ચ કર્યું. જેમાં મુગલ સમયથી હોલિવૂડ સુધીના સમયને વણી લેવામાં આવ્યો છે.તેમની આર્ટિસ્ટ્સની ટીમે એમરલ્ડની સુંદરતા વધારવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં ડિઝાઇન્સ અને કલેક્શનને યુનિક લુક આપવામાં આવ્યો છે. નવવધુની પર્સનાલિટી બની વધુ આકર્ષક : દિપ્તીએ પોતાના કલેક્શન 'ટ્રેકાર મેકાર'માં વિંટેજ ઇન્ડિયન સ્ટાઇલ બતાવવાનો પ્રયત્ન કર્યો. સોનુ, સફેદ સોનુ, ડાયમન્ડ કલેક્શનની સાથે એમરલ્ડ, ટોપાકા, ઓપલ, રૂબી, અને મોતીના ઘરેણાં બનાવવામાં આવ્યાં હતાં. તેમણે મોટાભાગની ડિઝાઇન્સમાં કિમતી પથ્થરોનો ઉપયોગ કર્યો હતો. નવવધુનાં કપડાં સાથે મેચિંગ કરવા ઘરેણાંના કલરના રંગોની પસંદગી ખૂબ જ વિચારીને કરવામાં આવી છે. આ ઘરેણાં દ્વારા નવવધુની પર્સનાલિટીને વધારે આકર્ષક બનાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. જ્વેલ્સ એમ્પોરિયમે સોના અને રંગબેરંગી પથ્થરોથી સ્પેશિયલ પીસ બનાવ્યા છે. ટ્રેડિશનલ જ્વેલરીમાં નવા પ્રયોગો : કાયસ જ્વેલ્સના અંબે અંબાલિકે કલેક્શનમાં સ્ત્રીઓના વિવિધ રૂપ-રંગ જોવા મળ્યા. આ કલેક્શનમાં છોકરીના જન્મને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આમાં ડાયમન્ડ, રૂબી અને એમરલ્ડ જોવા મળ્યા. ટ્રેડિશનલ કુંદન ગોલ્ડ મીનાક્ષી જ્વેલરીમાં મુગલ સમયની જલક જોવા મળી.
Related Articles:
આજે રજુ થશે મુગલ ઘરાનાની ૩ બેગમનો રિચ શણગાર

Related Articles:
મોર્ડન- શાહી અંદાજનાં શોખીનો માટે ખાસ નજરાણું - Desvall Shishas
ડ્રોઇંગરૂમને આપશે નવો અંદાજ, આ છે મોર્ડન બુક શેલ્ફ
\'જૂની સ્ટાઇલનો મોર્ડન વે\' રોબેર્ટોની ડિઝાઇનનો છવાયો જલવો