ખાસ ટિપ્સ બનાવશે પતિને તમારો આશિક

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંબંધોમાં આમ તો પરફેક્શન નહીં પણ અફેક્શન જરૂરી છે. પણ જ્યારે તમે કોઈને તમારા તરફ આકર્ષિત રવા માંગો છો તો જરૂરી છે કે સામે વાળો પણ તમારાથી એટલો જ આકર્ષાય. એ માટે એ વાત ઘણી જ જરૂરી છે કે આપના વ્યવહારમાં એવી ઘણી બાબતો શામેલ થવી જોઈએ કે તે હમેશા તમારા વિશે જ વિચારવા પર મજબુર થઈ જાય. તમારા બોયફ્રેન્ડ પતિને આકર્ષવા આપ આ ટીપ્સ અજમાવી શકો છો પાર્ટનરને આપો વધુ સમય- કોઈપણ સંબંધને ખાસ બનાવવાં તેને સમય આપવો જરૂરી છે તેમાં પણ જો તમારે તમારા પાર્ટનરને તમારા પ્રત્યે ખાસ આકર્ષિત કરવો છે તો તેની સાથે વધુમાં વધુ સમય વીતાવો. ત્યારે જ તમે તેના મિત્ર બની શકો છો. અને બાદમાં તેના જીવનસાથી. ગિફ્ટમાં કપડાં આપવાની ભૂલના કરો- જો આપ નવાં નવાં જ એક બીજાને ડેટ કરી રહ્યાં છો તો જરાં ચેતી જજો. તેમના માટે કપડાં લેવાની ભૂલ ક્યારેય ના કરતાં. તમે ખરીદેલા કપડાં તેને એ વિચારવા મજબુર કરી દે છે કે તેને આપનું ડ્રેસિંગ સ્ટાઈલ પસંદ નથી. તેમને મેસેજ કરો- ડેટિંગ વિશેના રોમેન્ટિંક મેસેજ કરો. આપ તેને તમારી ગત મુલાકાત અને તે વિશે તમારો અહેસાસ બધુ જ મેસેજ થ્રુ શેર કરો. તમને થયેલા અહેસાસ વિશે વાત કરો. તેને કિસ કરવાનું ન ભૂલો- જ્યારે તમે તમારા સાથીની સાથે જાહેરમાં હોવ કે મિત્રોની વચ્ચે હોવ ત્યારે બધાની નજરથી બચીને તેને કિસ કરવાનું કે આંખ મારવા જેવી નાનકડી હરકત કરો. તેને આ વાત ખુબ પસંદ પડશે. તમે તેને હગ પણ કરી શકો. થોડા શરારતી બનો- તેમની સાથે હોવ ત્યારે મેચિંગ ઈનરવેર પહેરો. આવી વસ્તુઓની શોપિંગ કરવા જાઓ ત્યારે તેને સાથે લઈને જાઓ. તેને પણ આવી શોપમાં સાથે લઈ જવાની તક આપો. આ શોપિંગમાં તેમને રસ પણ હોય છે સ્વાદિષ્ટ રસોઈ બનાવતા શીખો- કહેવાય છે ને પતિના દિલ સુધી પહોંચવાનો રસ્તો તેના પેટથી થઈને જાય છે. તેના માટે બજારથી ખરિદેલી વસ્તુઓ કરતાં તમારા હાથે બનાવેલી રસોઈ ખવડાવો તેને વધુ ખુશી થશે. વખાણ કરવાંમાં પાછા ન પડો- છોકરીઓ એમ પણ વખાણ કરવામાં નંબર 1 હોય છે. તેમ છતાં તમારા પાર્ટનરના વધુ વખાણ કરો જેથી તેને એ વાતનો અહેસાસ થાય કે તે તમારા માટે કેટલો સ્પેશલ છે. રેડ એલર્ટ- તેની આગળ ક્યારેય તમારા એક્સ વિશે વાત ન કરો. મોટેભાગે પુરૂષોને આદત હોય છે કે તે તેમની પૂર્વ પ્રેમીકાઓ વિશે તેમની પત્નીને વાત કરે પણ જો તમે તમારા એક્સ વિશે વાત કરશો તો તેમનું સ્વમાન હણાશે. તેથી એ વાત ભૂલથી પણ તેની આગળ ન કરો.