ખોડાની સમસ્યા પાડે છે પોઝિશનમાં પંચર, લ્યો આ ટિપ્સ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાળમાં ખોડાની સમસ્યા હવે સામાન્ય બની ગઇ છે, જેનાથી આપણે બધા દુ:ખી છીએ. જ્યારે આ ખોડો વધી જાય છે ત્યારે આપણા ખભા અને કપડાંઓ પર ખરવા લાગે છે. આના પરિણામે ઘણી વાર બીજાઓ સામે આપણે શરમાવું પડે એવી સ્થિતિ ઊભી થઇ જાય છે. જાહેરાતોમાં દર્શાવવામાં આવતાં વિવિધ કંપનીઓના શેમ્પૂની જાહેરાતોમાં બતાવવામાં આવે છે કે તેનાથી ખોડો દૂર થશે. આ પ્રકારના શેમ્પૂનો ઉપયોગ કરવાથી ખોડો તો દૂર થતો નથી, પણ વાળ ઘણી વાર ખરાબ અને બરછટ થઇ જાય છે. જો વાળમાં વધારે પ્રમાણમાં ખોડો થવા લાગે તો વાળ વધતાં અટકી જાય છે. ખોડો થવાના કારણ - વાળમાં ઘણાં લાંબા સમય સુધી તેલ ન લગાવવું - ઘણા દિવસો સુધી વાળ ન ધોવાતાં હોય - માથાની ત્વચામાં ચેપ થયો હોય - માથાની ત્વચા પર ઝીણી ઝીણી ફોલ્લીઓ થઇ હોય - વારંવાર વાળ પલળવાથી - ભીના વાળ બાંધી રાખવાથી ખોડો દૂર કરવાના ઉપાય ખોડો દૂર કરવા માટે ઘણા ઘરગથ્થુ ઉપચારો છે, જેનાથી આ તકલીફમાંથી મુક્તિ મેળવી શકાય છે. ખોડો દૂર કરવા માટે તમે નીચે મુજબના ઉપાયો કરી શકો છો. - આંબળાં, અરીઠાં અને શિકાકાઇ ત્રણે સરખા પ્રમાણમાં લઇને તેમાં ત્રણગણું પાણી નાખીને ધીમા તાપે ખૂબ ઉકાળવું. પાણી ઉકળીને અડધું રહે ત્યારે તેને ગાળી લઇને તેનો શેમ્પૂ તરીકે ઉપયોગ કરો. - દીવેલ અને ઓલિવ ઓઇલ સરખા પ્રમાણમાં લઇને તેને ભેગું કરીને થોડું ગરમ કરો અને સહેજ હુંફાળું હોય ત્યારે જ તેનાથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરો. - રાત્રે વાળમાં તેલથી મસાજ કર્યા પછી સવારે એક ચમચી આંબળા પાઉડરને ગુલાબજળમાં મિક્સ કરી તેને વાળના મૂળમાં લગાવીને અડધા કલાક પછી વાળ ધોઇ નાખો. - ભોજનમાં નિયમિત સલાડ, લીલા શાકભાજી અને ફળનો ઉપયોગ કરવો. - મેથીના દાણા પેટ અને વાળ બંને માટે ઉપયોગી છે. રાત્રે મેથીને પલાળીને સવારે તેની પેસ્ટ બનાવી વાળના મૂળમાં લગાવો. અડધા કલાક પછી વાળ ધોઇ નાખો. આનાથી વાળ કાળા અને મુલાયમ થશે.