નવો પ્રારંભ સરળ બનાવવાની કેટલીક રીતો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘણી વખત આપણે જીવન સરળ બનાવવા માંગીએ છીએ. પરંતુ પ્રારંભ અંગે સમજવું મુશ્કેલ થઈ જાય છે. આ કેટલીક વાતોથી શરૂઆત કરવામાં મુશ્કેલી નહીં પડે...

- તમે જેવું ખાવ છો તેવા જ બનો છે. ન્યુટ્રિશન અંગે અભ્યાસ કરો. કેટલીક ચીજો તમારા શરીર માટે સારી હોઈ શકે છે અને કેટલીક ન પણ હોય. તે અંગે વિચારો.
-ફ્રાન્સમાં એક કહેવત છે કે તમે કોઈપણ ચીજ તમારી પાસે ન હોય ત્યાં સુધી તેના વખાણ ન કરી શકો. એ વિચારો કે આજથી ૪૦ વર્ષ પછી તમે કઈ સિદ્ધિ હાંસલ ન કરવા અંગે અને કઈ ચીજની પ્રશંસા ન કરવાથી દુ:ખી થશો. આવા કામ આજે જ કરવાનું વિચારો.
-થાક દૂર કરવા અને સ્વાસ્થ્ય બહેતર જાળવી રાખવા ફિઝિકલ એક્સરસાઈઝ કોઈપણ વયે કારગત ઉપાય છે. દરેક પ્રકારની કસરત અને યોગને તમારા નિયમિત રૂટીનનો ભાગ બનાવો. જો હેલ્થક્લબ ન જઈ શકો તો રોજ ૩૦ મિનિટનું બ્રસ્કિ વોક કરો.
-જીવન આપણને ઘણું આપે છે અને ઘણું છીનવે છે. મુશ્કેલીની પળોમાં સમસ્યાના સમાધાન અંગે પ્રતબિદ્ધ રહો પરંતુ હળવી ક્ષણોનો પણ આનંદ માણો. કારણ કે આજે જે ગંભીર સમસ્યા છે તે કાલે તમને યાદ પણ નહીં રહે.
- દરેક સિદ્ધિ તૈયારીનું પરિણામ હોય છે. બીજાની મદદ કરવી, તેમને રસ્તો બતાવવો અને તેના કામમાં યોગદાન આપવું જીવનની સૌથી મોટી સિદ્ધિમાંથી એક છે. કંઈક મેળવવા માટે તમારે કંઈક આપવું જ પડે.