વૃદ્ધો રોજ પીવે ત્રણ કપ કોફી, અલ્ઝાઇમર દૂર રહેશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટન : દિવસમાં ત્રણ કપ કોફી વૃદ્ધોને અલ્ઝાઇમરના જોખમથી દૂર રાખે છે. એક સર્વેક્ષણમાં ધ્યાને આવ્યું છે કે ૬પ વર્ષથી ઉપરની વયના લોકોના શરીરમાં કેફિનનું ઊંચું પ્રમાણ અલ્ઝાઇમરથી બચાવ કરે છે. સાઉથ ફ્લોરિડા યુનિવર્સિ‌ટીના સંશોધકો ૬પ થી ૮૮ વર્ષના ૧૨૪ લોકો પર સંશોધન કરીને આ તારણ પર પહોંચ્યા છે. ડો. ચુનહાઇ ચાઓએ જણાવ્યું કે પરિણામોથી સ્પષ્ટ થાય છે કે વધુ ઉંમરના લોકો રોજ ત્રણ કપ કોફી પીવે તો તેમને અલ્ઝાઇમર થવાની શક્યતા ઘટી જાય છે. જોકે, કોફીનું સેવન પહેલેથી જ શરૂ કરવામાં આવે તો બહેતર રહે.