આ તસવીરો જોઈ તમે પણ કહેશો અમારે પણ જવું છે અહીં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ સ્વર્ગમાં ફક્ત ડુંગરાઓ અને બરફ જ જોવા મળે છે

કાશ્મીરને શા માટે ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે, તેના વિશે કંઇ વધારે કહેવાની જરૂર નથી. બરફની ચાદર ઓઢેલા કાશ્મીરની સુંદરતા આપણને અવાર-નવાર હિન્દી ફિલ્મોમાં જોવા મળી રહી છે. અહિંયા કાશ્મીરની એ સુદંરતાને તસવીરો થકી રજૂ કરવામાં આવી છે. આ તસવીરો જ કહીં દે છે કે કેટલું સુંદર છે કુદરતે રચેલું કાશ્મીર.

કાશ્મીરની ચારે બાજુ હિમાચ્છાદીત પર્વતોથી ઘેરાયેલો છે. કાશ્મીર ખીણનો આ પ્રદેશ અત્યંત નયનરમ્ય છે અને તેનો કુદરતી સૌંદર્ય દુનિયાભરમાં જાણીતું છે. કવિઓએ કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહીને નવાજ્યું છે. શ્રીનગરનું વાતાવરણ ગરમીમાં સુહાવનુ અને ઠંડીમાં બર્ફીલુ હોય છે. શ્રીનગરમાં દાલ લેક, તુલીપ ગાર્ડન, શાલિમાર અને નિશાત ગાર્ડન જેવા ઘણાં સ્થળો આવેલા છે જે જોવાલાયક છે પરંતુ ફરવાના શોખીનો તે સ્થળો વિશે ખૂબ ઓછું જાણે છે. આ સ્થળો એવા છે કે તમે કાર અથવા ટ્રેન દ્વારા ખૂબ જ ઓછા ખર્ચે મજા માણી શકો છો.

તમે આ તસવીરો જોઈ રહ્યાં છો તે ફક્ત શ્રીનગરની છે. શ્રીનગરની અંદર એક અદ્દભુત દાલ લેક આવેલું છે જેની અંદર શિકારાની મજા માણવાની હોય છે. આ લેકની અંદર તમે રાત્રી રોકાણ કરી શકો છે અને તેની સાથે સાથે તમે શોપિંગ પણ કરી શકો છો. ત્યાર બાદ દાલ લેકથી ત્રણથી ચાર કિલો મીટર દૂર એક ગાર્ડન આવેલું છે જેનું નામ છે તુલીપ ગાર્ડન. જ્યાં ઘણાં ફિલ્મોના શુટિંગ પણ થયા છે. આની સાથે સાથે નિશાંત ગાર્ડન, શાલિમાર ગાર્ડન, મુગલ ગાર્ડન અને પરી મહલ જેવા ઘણાં જોવા લાયક સ્થળો છે જે તમે જોવાનું ચુકશો નહીં.

એક તસવીરી ઝલક...

આ તસવીરો અમારા વાચકમિત્રએ હિંમતનગરથી મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ અદભુત તસવીરો હોય તો અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી આપો.