'બર્થ ડે ગર્લ' સોનાક્ષીએ આપી વેઈટલોસ ટિપ્સ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક સમયે 90 કિલો જેટલું ભારે વજન ધરાવનારી સોનાક્ષી આજે 60 કિલો વજન ધરાવતી થઈ ગઈ છે. સલમાન ખાને 'દબંગ'માં તેને કાસ્ટ કરી તે સમયે વજન ઉતારવાની ઘણી ટિપ્સ આપી હતી. તેમજ પોતે સોનાક્ષી પણ માને છે કે જો સલમાન ન હોત તો તે ક્યારેય પોતે આટલી સ્લિમ થઈ શકે તેમ વિચારી પણ શકી હોત. આજે પોતાનો 25મો જન્મ દિવસ મનાવનારી સોનાક્ષી વજન ઉતારવાનું સિક્રેટ તેના ચાહકોને જણાવી રહીં છે. તેણે જ્યારે પહેલી વખતમાં જ એક મહિનામાં 3-4 કિલો વજન ઉતાર્યુ ત્યારે તેને પોતાનામાં કોન્ફિડન્સ આવ્યો હતો કે તે ખરેખરમાં વેઈટ લોસ કરી શકે છે. ભલે સ્વાભવથી તે ખૂબ ફૂડી છે પણ તેણે જંક ફૂડને તેના જીવનમાંથી કાઢી જ નાખ્યાં છે. તેમજ કાર્બોહાઈડ્રેટ અને સોફ્ટ ડ્રિક્સ અને હાર્ડ ડ્રિક્સની માત્રા ઘટાડી દીધી છે. *આજના સમયમાં સોનાક્ષીનો ડાયેટ પ્લાન- બ્રેકફાસ્ટ- સિરીયલ અને દૂધ / ઘઉંનો ટોસ્ટ 10 વાગ્યે થોડા ડ્રાયફ્રૂટ્સ અને એક કપ ગ્રીન ટી લન્ચ- ઘરની બનેલી રોટલી શાક અને સલાડ સાંજે- એક ફ્રૂટ અને એક કપ ગ્રિન ટી ડિનર- મોટે ભાગે પ્રોટિન સભર ખોરાક લે છે. 6 વાગ્યા બાદ તે કાર્બોહાઈડ્રેટ લેવાનું ટાળે છે. રાત્રે તે 9 વાગ્યા પછી એક ફ્રૂટ ડિશ અચૂક લે છે *જીમ અને યોગા અઠવાડિયામાં 5 દિવસ તે નિયમિત સવારે યોગા કરે છે તેમજ દરરોજ સવારે 45 મિનીટ્સ તે એક્સરસાઈઝ પાછળ કાઢે છે.