તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જો જો આવી નાની બાબતોમાં બરબાદ ન થઈ જાય સેક્સ લાઈફ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેક્સ શબ્દ બોલવામાં જેટલો નાનો લાગે છે,તેટલો જ તે માણવામાં વિશાળ છે.ઘણીવાર પાર્ટનરના અલગ મત અને લાગણીને કારણે ફુલ જેવા કોમળ સંબંધો પલવારમાં વેરણછેરણ થઈ જાય છે.લગ્ન બાદ કેવી રીતે સેક્સ માણવું,ક્યારે પ્રેગ્નેન્સી રાખવી,કયો સમય સેક્સ માટે બેસ્ટ છે તે બાબતો વિશે પુરતું જ્ઞાન ન હોવાને કારણે પાર્ટનરો વચ્ચે નારાજગી વધતી જાય છે.તો આજે અહીં આવી જ પાંચ સમસ્યા આપવામા આવી છે જેના ઉકેલ આપ્યા છે શહેરના જાણીતા ડોકટરે.જો તમારી પણ આવી સમસ્યા હોય તો તમે અહીં જણાવેલ ઉકેલમાંથી સમાધાન મેળવી શકો છો.

જાણીતા સેક્સોલૉજીસ્ટ ડૉ. પારસ શાહ, આવી જ બધી સમસ્યાઓ વિશે ચર્ચા કરી રહ્યા છે અને ઉકેલ આપી રહ્યા છે.

1.સમસ્યા : મેં થોડા દિવસ પહેલાં મારા પ્રેમી સાથે એકાંત માણ્યું હતું. એ પછી એ મારી પાસે વારંવાર આ માગણી કરે છે. અમે બંને લગ્ન કરવાનાં જ છીએ,પણ એની વારંવારની આવી માગણીથી મને ડર લાગે છે. મારે શું કરવું?

સમસ્યાનો ઉકેલ આપે છે ડૉ. પારસ શાહ.....

ઉકેલ: પ્રેમી સાથે લગ્ન પહેલાં એકાંત માણવાનું યોગ્ય નથી, પણ હવે કંઇ થઇ શકે નહીં. તમારા પ્રેમી જો વારંવાર એકાંત માણવાનો આગ્રહ કરતાં હોય તો તેમને કહો કે એકવાર સાથ માણી લીધો છે.લગ્ન પછી ભરપૂર એકાંત માણી શકશો.ફરી આ સ્થિતિમાં ન મૂકાશો.

2.સમસ્યા : મારી પત્નીને કેટલીક વાર દિવસે સાથ માણવાની ઇચ્છા થાય છે. હું બિઝનેસમેન હોવાથી ઘરે આવી તો શકું છું, પણ દિવસના સાથ માણવાનું મને વધારે નથી ગમતું. એને કેવી રીતે સમજાવું?

સમસ્યાનો ઉકેલ આપે છે ડૉ. પારસ શાહ.....

ઉકેલ : સાથ માણવા માટે આપણે ત્યાં મોટા ભાગે લોકો રાત જ વધારે પસંદ કરતાં હોય છે, પરંતુ આ બાબત પર માણસનું નિયંત્રણ નથી હોતું. વળી, દિવસના સાથ માણવામાં કંઇ ખોટું નથી. તમારા પત્ની કદાચ દિવસે વધારે ઉત્તેજના અનુભવતાં હોય અથવા એમને દિવસ દરમિયાન ઇચ્છા થઇ હોય અને એ જણાવે તો અકળાવાની જરૂર નથી. તમને નથી ગમતું એ વાત તમે પત્નીને સમજાવીને કહો. એ તમારી લાગણીનું માન રાખશે.

3.સમસ્યા : મારે બે સંતાન છે. મારા પતિ ડિલીવરી પછી થોડા જ દિવસમાં સાથ માણવાનો આગ્રહ રાખે છે. છતાં ફરિયાદ કરે છે કે મારા અંગો ઢીલા હોવાથી એમને સંતોષ નથી થતો. શું કરું?

સમસ્યાનો ઉકેલ આપે છે ડૉ. પારસ શાહ.....

ઉકેલ : ડિલીવરી પછી સ્ત્રીના આંતરિક અંગો થોડા ઢીલા થઇ ગયાં હોય છે. તેને મૂળ સ્થિતિમાં આવતાં થોડો સમય લાગે છે. તમારા પતિ એટલો સમય પણ રાહ જોવા તૈયાર ન હોય અને ફરિયાદ કરતાં હોય તો તેમને સમજાવો. તમારા ગાયનેકોલોજિસ્ટને મળી ઢીલા પડી ગયેલા અંગોને મૂળ સ્થિતિમાં લાવવાની કસરત અંગે જાણી લો. પતિની ફરિયાદ દૂર થઇ જશે.

4.સમસ્યા : અમે જ્યારે સાથ માણીએ ત્યારે મારા પતિને અસહ્ય તકલીફ પડે છે. એ જણાવતાં નથી કે એમને શી તકલીફ થાય છે, પણ સાથ માણ્યા બાદ એમને દુખાવો ખૂબ જ થાય છે. એમને કંઇ બીમારી હશે? કેવી રીતે ખબર પડે?

સમસ્યાનો ઉકેલ આપે છે ડૉ. પારસ શાહ.....

ઉકેલ : તમે પતિને કોઇ સેક્સોલોજિસ્ટને બતાવવાનું અને જે સમસ્યા છે તે વિશે જણાવવાનું કહો. જો એમને કંઇ શારીરિક તકલીફ હશે તો તપાસ દ્વારા જાણીને તેનો ઉકેલ પણ આવી શકશે. વળી, બનવાજોગ છે કે તમારી સાથ માણવાની પદ્ધતિ ખોટી હોય અને એમને આવી તકલીફ થતી હોય. આમાં ફેરફાર કરી જુઓ.

5.સમસ્યા : મારા લગ્નને બે વર્ષ થયાં છે. મારી પત્નીને હમણાં સંતાન ન જોઇતું હોવાથી એ સતત ગોળીઓ લે છે. મને ચિંતા થાય છે કે આનાથી ભવિષ્યમાં એને નુકસાન થશે અથવા અમે સંતાનસુખ નહીં પ્રાપ્ત કરી શકીએ? મારે એને કેવી રીતે સમજાવવી?

સમસ્યાનો ઉકેલ આપે છે ડૉ. પારસ શાહ.....

ઉકેલ : તમારા લગ્નને બે વર્ષ વીતી ગયાં હોવાથી હવે સંતાન થાય તો વાંધો નથી. છતાં તમારાં પત્ની જો હજી સંતાન ન ઇચ્છતાં હોય તો એમને કહો કે ડોક્ટર કે ગાયનેકોલોજિસ્ટની સલાહ લીધા વિના ગોળીઓ લેવાનું યોગ્ય નથી. એ ગોળીઓ લે તેના બદલે તમે જ તમારા તરફથી થોડી સાવધાની રાખો તે વધારે હિ‌તાવહ છે.