આ શું, એકલવાયા સ્વભાવ વાળી સોનમને તો નફરત છે પુરુષોથી?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભલે ને સોનમની ડ્રેસિંગ સેન્સ જેટલી લોકોને ગમે છે, તેટલી તેની ફિલ્મ્સ નથી ગમતી, પરંતુ આનાથી સોનમનો આત્મવિશ્વસ જરા પણ ડગ્યો નથી. તેની એકપણ ફિલ્મ બહુ ફેમસ બની ના હોવા છતાં સોનમ બોલ્ડ સ્ટેટમેન્ટ્સ આપતાં જરા પણ અચકાતી નથી. 26 વર્ષની આ અભિનેત્રીને પુરૂશઃઓ વિશે વાંધાજનક સ્ટેટમેન્ટ આપવામાં પણ જરા પણ ખચકાટ ના થયો.

આ ફેશન આઇકનના કહેવા મુજબ, કેટલીક વાર પુરૂષો જ સ્ત્રીના જીવનમાં નકારાત્મક બાબતો લઈને આવે છે. એક જાણીતી એજન્સી સાથે વાત કરતાં સોનમ જણાવે છે કે, "મને છોકરીઓ જ ગમે છે. માત્ર મિત્રવર્તુળમાં પણ માત્ર છોકરીઓ જ છે. મને એમ જ લાગે છે કે કેટલીક વાર પુરૂષોના કારણે જ તમારા જીવનમાં નકારાત્મક વલણ આવે છે. મને મારી સાથે સ્ત્રીઓ કામ કરે એજ ગમે છે."

આમ તો સોનમનો સ્વભાવ એકલવાયો છે. તે તેના પિતાની લાડકી હોવા છતાં, પિતા સાથે પણ મોકળા મને બહુ શેર કરી શકતી નથી. તેના પિતા સાથે બધુ શેર કરવાનું અને સ્ટાઇલ ટિપ્સ આપવાનું કામ તેની બહેન ર્હેઆ કપૂરનું છે.

આ વિશે વધુ શું કહે છે સોનમ, તે જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર.....