ઓછા વજનથી નબળી સ્મૃતિ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જન્મ સમયે ઓછું વજન અને બેલેન્સ્ડ ડાઇટના અભાવની અસર બાળકો પર મોટા થયા પછી વર્તાય છે. ખાસ કરીને કિશોરીઓના કિસ્સામાં આ અસર વધુ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિ‌ટીએ પોતાના એક સંશોધનના તારણમાં જાણ્યું છે કે જે બાળકીઓનું વજન જન્મ સમયે ઓછું હોય છે તેમનામાં શીખવાની ક્ષમતા અને બુદ્ધિક્ષમતા સામાન્ય વજન ધરાવતી બાળકીની સરખામણીમાં ઓછી હોય છે. ખાસ કરીને જે બાળકીનું વજન જન્મ સમયે ૨૭૦૦ ગ્રામથી ઓછું હોય છે તે મોટી વયની થયા પછી પોતાની અંગત જિંદગીમાં સંબંધો નિભાવવામાં સફળ રહેતી નથી.