Facebook યુઝર છો? તો આ 5 વાતો શેર કરતાં અટકજો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેસબુક વાપરતા લોકોને લગભગ બધી જ વાતો ફેસબુક પર શેર કરવી ગમતી હોય છે. જો કે અમુક બાબતે તેઓએ ચેતીને રહેવું જોઈએ. ઘણીવાર કોઈ અંગત અપડેટને કારણે ક્ષોભની પરિસ્થિતિમાં મૂકાવુ પડતું હોય છે. વાંચો એવી 5 બાબતો વિશે. 1. તમારી નોકરી તમને નથી ગમતી: જો કોઈ વાંચશે જેમ કે તમારા બોસ તો કદાચ તમને ન ગમતી નોકરીમાંથી છૂટા કરી દેશે. 2. તમે તમારી પૂર્વપ્રેમિકા/પ્રેમીને નફરત કરો છો: ઘણીવાર તમે તમારી લાગણીઓને તમારા વિચારોની ઉપર હાવી થવા દઈ શકો છો. પણ જો કોઈ કેસમાં તમે તમારી પૂર્વપ્રેમિકા/પ્રેમીની સાથે ફરી જોડાઈ જાવ તો તે સમયે તમારી આ કમેન્ટ હોબાળો કરી શકે છે. ડિલીટ કરી શકો છો પણ ઘણીવાર તમે કમેન્ટ ડિલીટ કરવામાં થોડા મોડા પડો અને તે પહેલા જ કમેન્ટ કોઈની નજરમાં આવી જઈ શકે છે. 3. તમે રજાઓ ગાળવા જવાના છો અને સાથે જ તેની તારીખો પણ લખો છો: આજકાલના ચોર પણ હાઈટેક થઈ ગયા છે તમારા ફેસબુકની પ્રાઈવેટ કે સોશિયલ જાણકારી વાંચીને તમને લૂંટવાની પૂરી યોજના ઘડી શકે છે. 4. હું મારી પોતાની જાતને બહુ જ પ્રેમ કરું છું: આટલા ચોખ્ખા શબ્દોમાં લખવું તો દૂર પણ ક્યારેય આડકતરી રીતે પણ એવું જાહેર ન કરો કે તમે પોતાની જાતના બહુ મોટા ચાહક છો. આમ કરવાથી તમારા ફેસબુક ફ્રેન્ડ્સ એના કરતા તદ્દન ઊલ્ટુ જ વિચારશે. 5. તમે ખરાબ છો: અન્ય લોકો વિશે ખરાબ કમેન્ટ કરવી કે પોતાના વિશે પણ કોઈ હલકી કમેન્ટ કરવાથી તમારી સાથે મિત્રતા કરવાવાળા લોકો, અજાણ્યા લોકો, ડેટ્સ અને એમ્પોયર્સ દૂર થઈ શકે છે.