આઈપેડ મિનિ સામે માઈક્રોસોફ્ટનું સરફેસ ટેબલેટ લોન્ચ થશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એપ્પલ ૨૩ ઓક્ટોબરે આઈપેડ મિનિ લોન્ચ કરશે. તેની કિંમત ૨૪૯થી ૩૯૯ ડોલર (રૂ. ૧૩૧૬૮થી રૂ. ૨૧૧૦૦) વચ્ચે હશે તેમ માનવામાં આવે છે. બ્લોગ્સ પર આવેલી જાણકારી અનુસાર આઈપેડ મિનિનો સ્ક્રીન ૭.૮પ ઈંચ પહોળો અને ૯.૭ ઈંચ લાંબો હશે. ગૂગલ નેક્સસ-૭ અને સેમસંગ ગેલેક્સીનો મુકાબલો કરવા માટે એપ્પલ આઈપેડ મિનિ લોન્ચ કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે. એપ્પલના ત્રણ દિવસ પછી ૨૬ ઓક્ટોબરે માઈક્રોસોફ્ટ સરફેસ ટેબલેટ લોન્ચ કરશે. તેની કિંમત ૩૯૯થી પ૯૯ ડોલર(રૂ. ૨૧૧૦૦થી રૂ. ૩૧૬૭૭) વચ્ચે હશે તેમ માનવામાં આવે છે. ૩૨ જીબી સ્ટોરેજ ક્ષમતાનું સરફેસ ટેબલેટ વિન્ડોઝ-૮ પર ચાલશે. તેમાં કાળા રંગનું ટચ કવર છે જે ખોલવાથી કીર્બોડ બની જાય છે.