મશીન સાંકેતિક ભાષાને સાંભળવા લાયક બનાવશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હ્યુસ્ટન યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ સાથે મળીને એક ખાસ પ્રોટોટાઇપ યંત્ર બનાવ્યું છે. આ યંત્રની મદદથી મૂકબધિર લોકોની સાંકેતિક ભાષાને સાંભળવા લાયક બનાવી શકાશે. ‘માય વોઇસ’ નામની આ મશીનમાં સાંકેતિક ભાષાઓના અર્થ ફીડ કરવામાં આવ્યા છે. તેમાં ગોઠવવામાં આવેલા વીડિયો કેમેરા ભાષાને જોઇને તેનો માઇક્રોફોન તેને ધ્વનિમાં રૂપાંતર કરે છે. સાથે જ તેમાં લાગેલો કેમેરો વ્યક્તિને રેકોર્ડ પણ કરતો રહે છે, જેથી કોઇ નવા સંકેતને શીખી શકાય. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ સાંકેતિક ભાષાએ લોકોની મુશ્કેલીઓ ઘટાડી છે પરંતુ તેના ઉપયોગ પછી મુશ્કેલીઓ સંપૂર્ણપણે ખતમ થઇ જશે.