આ ટિપ્સ તમારી મુસાફરીને બનાવશે મઝેદાર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદેશની મુસાફરી કરવી બધાને પસંદ હોય છે. આ મુસાફરીને મજેદાર બનાવવા કેટલીક ટીપ્સનો ઊપયોગ કરી શકાય છે. 1. પાસપોર્ટ, વીઝાને સ્કેન કરી પોતાનાં ઈ-મેઈલ આઈડી પર મેલ કરી દેવું, તેની બે ઝેરોક્ષ કોપી પણ સાથે રાખો. ઓરિજનલ દસ્તાવેજ ગુમ થતા આ બઘી વસ્તું કામમાં આવી શકે છે. 2. સારા જુતા ખરીદો, જેથી હરવા-ફરવામાં કોઈ મુશકેલીન પડે. મુસાફરી દરમ્યાન સ્પોટર્સ જુતા બેસ્ટ ગણવામાં આવે છે. 3. એરલાઈનસ લગેજનાં નિયમો જાણી લો, ઓછો સામાન પેક કરવો. 4. આતરરાષ્ટ્રીય મોબાઈલ ઓપરેટર્સનાં રોમિંગ પ્લાન્સ વીશે જાણકારી મેળવી લેવી. 5. વિદેશી ચલણ લેતી વખતે સિક્કા અને નાની નોટો વધારે લેવી, નહી તો તમારે છુટ્ટા લેવા બીજી બધી જગ્યા પર ફરવું પડશે. 6. જો આપ શોપિંગના શોખાન છો તો વજન રિફંડસ વિશે જાણકારી મેળવી લેવી. 7. મફત વાઈ-ફાઈ કનેક્શંન માટે 'સ્ટારબક્સ' જેમ કે કોફી શોપ્સ અને પર્યટન કાર્યાલયની મુલાકાત લેવી. જ્યાં આપને એવી વેબસાઈટ વીશે માહિતી મળશે જે આપની લાંબી મુસાફરીદરમ્યાન ઊપયોગી બનશે.