એક એવું મ્યુઝિયમ જે બનાવે છે, હોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે ખાસ શૂઝ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોલિન રુઝ પેરિસનું સૌથી પ્રખ્યાત થિયેટર મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમના અડધા ભાગમાં પ્રસિદ્ધ કેબ્રે ડાન્સ થાય છે અને અડધા ભાગમાં શૂઝ બનાવવામાં આવે છે. અહીં બનનારા શૂઝ થિયેટર સ્ટેજથી લઇને સિનેમાની દુનિયા સુધી પ્રસિદ્ધ છે. ઓસ્ટ્રેલિયન પોપ સિંગર કાઇલી મિનોગ પણ તેના માટે જૂતા અહીંથી જ ખરીદે છે. શૂઝ મેકિંગની આ દુનિયાનું નામ મૈસો ક્લેરવોય છે.
ક્યારે થઇ સ્થાપના
આ દુકાનની સ્થાપના 1945માં પાર્શિયન શૂ-મેકર એડવર્ડે કરી છે, આ દુકાન 1945થી આજસુધી ચાલી રહી છે. અહીં થિયેટર અને સિનેમા માટે ડિમાન્ડ અનુસાર શૂઝ બનાવામાં આવે છે. આ દુકાન 1960થી સિનેમા અને થિયેટર ડાન્સરો માટે શૂઝ મેકિંગનું કામ કરી રહી છે. આ દુકાન તેના ઉત્પાદનના 80 ટકા શૂઝ સિનેમા અને થિયેટર માટે બનાવે છે.
કાઇલી મિનોગ ઓસ્ટ્રેલિયન સિંગર અને એક્ટ્રેસ છે. કાઇલીએ તેના કરિયરની શરૂઆત ઓસ્ટ્રેલિયન ટેલિવિઝન પર બાળ કલાકાર તરીકે કરી હતી. કાઇલીને તેના ટેલિવિઝન ઓપરા નેબરથી ઓળખ મળી છે. ક્વિન એલિઝાબેથે કાઇલીને વર્ષ 2008માં ઓબીઇમાં એપોઇન્ટ કરી હતી.
કાઇલીનું પહેલું આલ્બમ 'ધ લોકો-મોશન'નું ઓસ્ટ્રેલિયામાં ધૂમ વેચાણ થયું હતું. આજે પણ કાઇલી લંડનમાં રહે છે.
આગળની સ્લાઇડમાં જૂઓ, કાઇલીની કેટલીક તસવીરો...