જાણો, કઈ કસરત છે તમારા માટે શ્રેષ્ઠ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક્સરસાઇઝ હંમેશા આરોગ્ય અને શારીરિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ, નહીં તો તેની આડઅસર પણ જોવા મળે છે.

સામાન્ય રીતે લોકો લો ઈમ્પેક્ટ અને હાઈ ઈમ્પેક્ટ એક્સરસાઇઝની વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. એટલા માટે જ ઘણી વાર તેની આડઅસરોના શિકાર બની જાય છે.

હાઈ ઈમ્પેક્ટ એક્સરસાઇઝ

એવી કોઈપણ એક્સરસાઇઝ જેનાથી સાંધા પર વધુ દબાણ પડે તો તેને હાઈ ઈમ્પેક્ટ એક્સરસાઇઝ કહેવાય છે. તેમાં

અખત્યાર જંપ સ્કૉચ, લંજેસ, સ્ટેપ અપ અને રનિંગ જેવી એક્સરસાઇઝ શામેલ છે. આ બઘી એક્સરસાઇઝ યુવાનો માટે ફાયદાકારક છે, પરંતુ સ્થૂળતા, સાંધા સંબંધિત સમસ્યાઓ અથવા લીગામેંટ્સને નુકસાન પહોંચેલ હોય તો આ એક્સરસાઇઝની આડઅસર પણ હોઈ શકે છે.

લો ઈમ્પેક્ટ એક્સરસાઇઝ

આ કસરત ખાસ કરીને મોટી ઉંમરના લોકો માટે અસરકારક છે, જેથી તેમના સાંધાઓ પર વધારે દબાણ ન આવે. જોકે હાઈ ઈમ્પેક્ટ એક્સરસાઇઝમાં થોડા ફેરફાર લાવીને તેની આડઅસરોથી બચી શકાય છે, જેમ કે સ્ટેપ અપ. આની ઊંચાઇને મૂળભૂત સ્તરે વ્યવસ્થિત કરી આ એક્સરસાઇઝ કરી શકાય છે,જેમ કે સ્ટેશનરી લંજેસ. તમે જંપ સ્કૉચ પણ કરી શકો છો. પરંતુ કૂદકો મારતી વખતે કૉફ રેજ કરી લો.

બંને એક્સરસાઇઝ છે લાભદાયી

બંને એક્સરસાઇઝ પ્રવૃત્તિ સ્તર જાળવવા માટે અસરકારક છે. માત્ર ઉંમર જ નહીં, દરેક વ્યક્તિની શારીરિક સ્થિતિમાં એ નક્કી જ હોય છે કે તેના શરીર માટે કઈ એક્સરસાઇઝનો વિકલ્પ સારો છે.
Related Articles:

ક્રેશ ડાયટિંગ છે અન-હેલ્ધી