તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

49ની સુપર સેક્સી શ્રીદેવીની પહેલી હરિફ છે તેની જ 15 વર્ષની પુત્રી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આપણે બોલિવૂડની સેલિબ્રિટીઝને આપણી રોલ મોડેલ તરીકે જ જોઇએ છીએ એવું નથી, એક સફળ માતા તરીકે પણ આપણે તેમની સલાહ લેવા ઇચ્છતાં હોઇએ છીએ. આજ-કાલની પૈસા પાછળ ભાગતી અભિનેત્રીઓને પછાડી ક્યાંય આગળ નીકળી જાય છે સફળ માતા અને દક્ષિણની સુપર સેક્સી અભિનેત્રી શ્રીદેવી.

માતાની જેટલી જ પુત્રીઓ પણ સુંદર લાગવા ઇચ્છતી હોય છે, પરંતુ ક્યાંક દિકરી માને પણ પાછળ પાડી આગળ નીકળી જાય તો............

જી હા, 49ની ઉંમરે પણ આજે બે સુંદર દિકરીઓની માતા બની ગઈ હોવા છતાં, આજે પણ શ્રીદેવીનું ગ્લેમર અને સૌદર્ય જરા પણ ઝાંખુ પડ્યું નથી. પરંતુ હાલની પરિસ્થિતી જોવા જઈએ તો, એવું લાગી રહ્યું છે કે, શ્રીદેવીની પાક્કી હરિફ તો તેની મોટી પુત્રી જાન્વી જ છે. ખુશી હજી નાની લાગે છે.

આજે પણ શ્રીદેવી સુપર હોટ તો લાગે જ છે. પ્રાઇવેટ પાર્ટી હોય કે, પ્રમોશન, આજે પણ લોકો તેની કામણગારી અદાઓ અને કાતિલ આંખોના દિવાના બની જાય છે. શ્રીદેવીના આ ધમાકેદાર કમબેકથી બધાં ખુશ થઈ ગયાં છે, પરંતુ તમને નથી લાગતું, આ વખતે શ્રીદેવીને બીજા કોઇ સાથે નહીં, પરંતુ તેની પોતાની દિકરી સાથે જ હરિફાઇમાં ઉતરવું પડશે?

આગળની સ્લાઇડ્સમાં જુઓ, માતા-પુત્રીની તસવીરોનો ફુલ આલ્બમ અને તમે જ નક્કી કરો કોણ લાગે છે વધુ હોટ......