• Gujarati News
  • If These Things Had Been Realized At The Age Of 20 ..

કદાચ આ વાતોની ૨૦ વર્ષની વયે ખબર પડી ગઇ હોત..

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેટલીક એવી વાતો પર ધ્યાન આપીએ કે જેના વિષે ૨૦ વર્ષની વયે ખબર પડી ગઇ હોત તો જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઇ
ગયો હોત..
- ૧૮ વર્ષથી વધુ વયની વ્યક્તિ પર નિર્ભર ન રહી શકતા હોય તો તેનાથી દૂર રહો.
- ૨૦ વર્ષની વયે શરીરમાં અદભુત ઊર્જા હોય છે. તમે વધુ રચનાત્મક હોવ છો. ખૂબ ઓછા લોકો તમારી કિંમત સમજે છે એટલે તમારો પ્રચાર જાતે કરો. પોતાની કાબેલિયત અને ક્ષમતા દેખાડૉ.

- બીજા પાસેથી આશા કરવાથી નિરાશા જ મળે છે. માત્ર પોતાની જાત પર આશા કરવાથી સકારાત્મક વિચાર આવે છે.
- પોતાની જાત સાથે અને બીજા સામે સત્ય બોલવાથી જિંદગી સરળ રહેશે, પણ વાતચીતમાં નિખાલસતા અપનાવો.
- કેટલાંક લોકો પોતાના ફાયદા માટે કોઇપણ રીત અપનાવી લે છે. આવા પ્રકારના લોકોથી દૂર રહો. આવા લોકોના વિચારના વિરોધમાં અવાજ ઉઠાવો.

- તમે તમારા વ્યવસાયથી અલગ હટીને કોઇ બીજી કોર્પોરેટ કંપનીમાં કામ કરવા માગતો હોવ, તો તેની શરૂઆત અત્યારથી જ કરો. કેટલીક કંપનીઓ ટ્યૂશન સહાય આપે છે. તેનો ખર્ચ વધુ પણ નથી.
- આ ઉંમરે વસ્ત્રો અને જુતાં ખરીદવાની બદલે જ્ઞાન અને અનુભવ મેળવો.
- ૨૦ વર્ષની ઉંમરથી બચતની શરૂઆત કરો. નોકરી કરો છો તો પગાર બચાવો, નહિતર પોકેટમનીમાંથી થોડીક બચત શરૂ કરો.