તમે સારા આઈડિયાની રાહ જોઈ રહ્યા છે ? આવી રીતે મળશે સારો આઈડિયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એપલ જેવી મોટી કંપની, ફેસબુક જેવી પ્રસિદ્ધ સોશિયલ નેટવર્કિંગ સાઈટ, ૪-ઓવર વર્કવીક જેવું બેસ્ટ સેલિંગ પુસ્તકમાં એક વાત સમાન છે. આ તમામની શરૂઆત એક સારા આઈડિયાથી થઈ હતી. તમે કોઈ સારા આઈડિયાની રાહ જોઈ રહ્યા હોવ તો તેમાંથી કોઈ પ્રકારે સફળ આઈડિયા મળી શકે છે.

-કોઈ એક વિચાર નિષ્ફળ થતાં અન્ય વિચાર મળી શકે છે. તેથી નિષ્ફળતામાં પણ પોતાની આંખો, કાન અને મગજ ખુલ્લા રાખો.
-એક આઇડિયાની વિવિધતા અંગે વિચારો. ઉદાહરણ તરીકે આઈપેડ અને આઇફોન બંને એકબીજાથી અલગ છે છતાં શાનદાર આઇડિયા છે.
-ઘણાં આઇડિયા બનાવો. તેમાંથી કોઈ એક આઇડિયા સફળ થશે.
-આઇડિયા બનાવો અને તેના પર અમલ કરો. વારંવાર નિષ્ફળ થશો. કોઈ વાત નહીં. એવું કરવાથી તમે સફળતા તરફ એક પગલું ભરશો.
-પોતાને પુસ્તકો, અખબાર, બ્લોગ, ઈન્ટરનેટમાં વ્યસ્ત રાખો. તમને વધુ જાણકારી મળશે જેનાથી નવા નવા આઇડિયા પણ આવશે. લોકોથી વાતચીત કરતી વખતે તેમની વાતો ધ્યાનથી સાંભળો. કોઈને કોઈક આઇડિયા જરૂર મળશે.