ગૂગલ વિશ્વનાં મશહૂર સ્થળોની વર્ચ્યુલ મુલાકાત કરાવશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૂગલ હવે ઘરે બેઠા-બેઠા તમને વિશ્વનાં મશહૂર સ્થળોની વચ્યુંઅલ મુલાકાત કરાવશે. ગૂગલના ‘ધ વર્લ્ડ વંડર્સ પ્રોજેક્ટે’ તેને શક્ય કરી બતાવ્યું છે. આ એપિ્લકેશન ગૂગલ મેપની જેમ જ ‘સ્ટ્રીટ વ્યૂ ટેક્નોલોજી’નો ઉપયોગ કરે છે. ગૂગલ મેપ જેવી રીતે તમને તમારી આસપાસની મુલાકાત કરાવે છે, એવી જ રીતે આ એપિ્લકેશન તમને આ સ્થળોની મુલાકાત કરાવશે. તેમાં ૧૮ દેશોનાં ૧૩૨ મશહૂર ઐતિહાસિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ઓસ્ટ્રેલિયાનું શાર્ક બે, ઇંગ્લેન્ડનું સ્ટોનહેંજ, જેરૂસલેમ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોકો પાસે પણ આ સ્થળોના ફોટા અપલોડ કરવાનો વિકલ્પ હશે.