સ્ટૂડન્ટ માટે છે આ બેસ્ટ એજ્યુકેશન સાઈટ્સ

best adducation site for student

Agency

Dec 07, 2011, 06:34 PM IST
best adducation site for studentઆ વખતે એવી વેબસાઇટ્સ વિશે જાણકારી મેળવીએ જે પ્રાઇમરીથી લઈને સેકન્ડરી અને હાયર એજયુકેશનના વિધાથીર્ઓ માટે ઉપયોગી બનશે. streaming.discoveryeducation.com આ સાઇટ પર બાળકોને પ્રાઇમરી વિષય ભણાવવા માટેના સ્લાઇડ શોની વ્યવસ્થા છે. બાળકોના મનોવિજ્ઞાનને સમજવા માટે પેરેન્ટ્સ માટે પણ ટૂલ કિટ આપવામાં આવી છે. આ ખાસ કરીને ઘર અને સ્કૂલના ભણતરને બેલેન્સ કરવા માટે ઉપયોગી બની રહે છે. scholastic.com આના પર જુદા-જુદા વિષયોની વિસ્તારપૂર્વકની માહિતી આપવામાં આવી છે. રમતાં રમતાં ભણાવવા માટે વીડિયો અને ઓડિયોની પણ મદદ લઈ શકાય છે. iknowthat.com જુદા-જુદા વિષયો અને જાણકારી દ્વારા બાળકોને માહિતગાર કરવા માટેની એક ઉમદા સાઇટ છે. આના દ્વારા બાળકોનું સામાન્ય જ્ઞાન પણ વધારી શકાય છે. netrover.com શબ્દભંડોળ વધારવા માટેની સૌથી સારી સાઇટ. એજયુકેશન ગેમ્સ દ્વારા બાળકોને સાયન્સ, મેથ્સ સમજાવવાની વ્યવસ્થા પણ જોવા મળે છે. britannica.com હિસ્ટ્રીથી લઈને આટ્ર્સ, જિયોગ્રાફી, સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવા અઘરા વિષયો અને એન્ટરટેઇન્મેન્ટ જેવા સરળ વિષયની પણ વધારેમાં વધારે જાણકારી આ સાઇટ પરથી મળી રહેશે. indiaedu.com આ સાઇટ મેડિકલ અને એન્જિનિયિંરગમાં એન્ટ્રન્સ એકઝામની તૈયારી કરી રહેલા વિધાર્થીઓ માટે સૌથી વધુ ઉપયોગી છે. આના પરથી પસંદગીના વિષય માટે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની જાણકારી પણ મેળવી શકાય છે. enchantedlearning.com આ સાઇટ પરથી ઇન્ટએકિટવ લિર્નંગ ટૂલ દ્વારા કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણનો જવાબ મેળવી શકાય છે. સેટ, ટોફેલની પરી ાાની જાણકારી પણ આ સાઇટ પરથી મળી રહેશે. brainpop.com આના પર જુદા-જુદા વિષયોની જાણકારી મળી રહે છે. તેમાં સાયન્સ, મેથ્સ, એન્જિનિયિંરગ, હેલ્થ એન્ડ આટ્ર્સ મુખ્ય છે. વીડિયો ઉપરાંત ગેમ્સ દ્વારા પણ વસ્તુઓને સમજાવવાની વ્યવસ્થા જોવા મળે છે. edhelper.com અલગ અલગ ઉમરની વ્યકિતઓ અને ધોરણ પ્રમાણે જે-તે સંબંધિત વિષય માટે જો માર્ગનિર્દેશક અને એજયુકેશનલ ટૂલ્સની જરૂર હોય તો આ એક ઉત્તમ સાઇટ છે. indiaeducation.net આઇઆઇટી, મેનેજમેન્ટ, એન્જિનિયિંરગ, મેડિકલ, લો, સાયન્સ, એગિ્રકલ્ચર અને તેની સાથે જોડાયેલી કોલેજો વિશેની જાણકારી જોઈતી હોય તો આ સાઇટ શ્રેષ્ઠ છે.


X
best adducation site for student

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી