Tips ચહેરા કાળાશ દૂર કરી આપશે વધારશે તેની ચમક

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોજબરોજ રસોડામાં ઉપયોગમાં લેવાતું દહીં રસોઇની મજા તો વધારે જ છે પણ એવું જ સરસ મજાનું ચોસલા પડતું દહીં સુંદરતાને વધારવા માટે પણ ઘણું જ ઉપયોગી છે. તમારા માથાથી માંડીને પગ સુધીની સુંદરતાને નિખારવામાં દહીં ઘણો અગત્યનો ભાગ ભજવે છે તો થોડી ટીપ્સ જાણી લો કે દહીંની મદદથી કેવી રીતે તમારી બ્યૂટીને વધુ નિખારશો. * દહીંમાં ઝીણો લોટ મેળવીને દસ મિનિટ માટે રાખી મૂકો પછી તેને ઉબટણ તરીકે વાપરો તેનાથી ત્વચામાં ચમક આવશે. તથા કેલ્શિયમ અને પ્રોટીનની પ્રચુર માત્રા હોય જે હાડકાંને તથા દાંતને માટે જરૃરી છે. * દહીંમાં હાજર બેક્ટેરિયા ત્વચાને નરમ બનાવે છે અને સનબર્નથી બચાવે છે. * તેલમાં દહીં બરાબર મિક્સ કરીને તેને સ્કાલ્પ(માથાની ત્વચા)પર ઘસો. વાળની અંદર માલિશ કરો તે ૪૦-૪૫ મિનિટ સુધી હળવા હાથે કરો. પછી હૂંફાળા પાણીથી માથું ધોઈ નાખો. તેનાથી વાળ સુંવાળા અને ચમકદાર બની જશે * વાળને ખોડાથી બચાવવા ખાટું દહીં લગાવો * દહીંના નિયમિત સેવનથી કોલેસ્ટરોલનું સ્તર વધતું નથી. દહીંના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જમ્યા બાદ દહીંમાં ચપટીક મરી અને અજમો મિક્સ કરીને ખાવાથી વાયુના રોગમાં ફાયદો થાય છે. * ખીલ કે ફોલ્લીઓ થઈ હોય તો દહીંમાં કડવા લીમડાનાં કુમળાં પાન પીસીને લગાવવાથી તેનું પ્રમાણ ઓછું થાય છે. * દહીંમાં લીંબુનો રસ મેળવીને ચહેરા પર ક્લીન્ઝર તરીકે ઉપયોગ કરી શકો છો તેનાથી ચહેરાનો રંગ એકદમ નિખરી આવશે.