Home » Lifestyle » Travel » 5 romantic destinations around the world

પાર્ટનર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવા માટે બેસ્ટ છે આ 5 રોમેન્ટિક જગ્યાઓ

Divyabhaskar.com | Updated - Nov 05, 2017, 09:00 AM

તમારા પાર્ટનર સાથે થોડો સમય એકલા વિતાવવા ઈચ્છો છો તો ટ્રાવેલિંગ કરતા બહેતર કંઈ નથી હોઈ શકતું.

 • 5 romantic destinations around the world
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ તમારા પાર્ટનર સાથે થોડો સમય એકલા વિતાવવા ઈચ્છો છો તો ટ્રાવેલિંગ કરતા બહેતર કંઈ નથી હોઈ શકતું. ખાસ કરીને ન્યૂલી વેડ્સ કપલ માટે તો આવું કરવું ખૂબ જ યાદગાર થઈ શકે છે. આજે અમે તમને એવા જ ખાસ રોમેન્ટિક ડેસ્ટિનેશન્સ વિશે જણાવીશું જ્યાં તમે તમારા સ્પાઉસની સાથે જવાની તૈયારીઓ કરી શકો છો.
  વેનિસ
  ઇટલીમાં આવેલું વેનિસ પણ દુનિયાની ખૂબ જ રોમેન્ટિક જગ્યાઓમાં શામેલ છે. અહીંના સુંદર કેનાલ આ જગ્યાના ચાર્મ અને મૂડમાં ચાર ચાંદ લગાવી દે છે. ગ્રિટી પેલેસ, કાર્નિવલ પેલેસ અને મોરેસ્કો જેવા હોટલ વેનિસમાં રહેવા માટે સૌથી સારા માનવામાં આવે છે. કેનાલમાં એક શાનદાર બોટ-રાઇડ ન્યૂલી વેડ્સ માટે યાદગાર સાબિત થશે. આ ગોંડોલા રાઇડ્સના નામથી પ્રસિદ્ધ છે. કેનાલના સિવાય પિયાજા સેન માર્કો પણ જરૂર જાવ. અહીંના લા જુકા, રિવેરિઆ અને અલ મેરકા જેવા રેસ્ટોરાં પણ ખૂબ પસંદ આવશે. સરવાડે પ્રેમને સેલિબ્રેટ કરવા માટે વેનિસ કરતા સારી જગ્યા અન્ય કોઈ નથી.
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દુનિયાના અન્ય રોમેન્ટિક ડેસ્ટિનેશન વિશે...
 • 5 romantic destinations around the world
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  બોરા બોરા
   
  બોરા બોરાને પરફેક્ટ લવર્સ પેરેડાઇઝ પણ કહી શકાય છે. આ ન્યૂલી વેડ્સ માટે આદર્શ રોમેન્ટિક ડેસ્ટિનેશન છે. અહીંનો માહોલ કોઈ સપના જેવો મહેસુસ થાય છે. એવું લાગે છે કે માનો તમે બીજી જ દુનિયામાં આવી ગયા હોવ. એક કોઝી સ્ટે માટે તમે હોટલ લે મેરીડિયન, હોટલ મેચેયી અને બ્લૂ હેવન આઇલેંડ ટ્રાય કરો. રેસ્ટોરાંમાં લા વિલા મહાના, દ લકી હાઉસ અને તે પહુમાં શાનદાર મીલ્સ લઈ શકાય છે. અહીંનો સનસેટ તમે તમારા પાર્ટનરની સાથે ખૂબ એન્જૉય કરશો.
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દુનિયાના અન્ય રોમેન્ટિક ડેસ્ટિનેશન વિશે...
 • 5 romantic destinations around the world
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પેરિસ
   
  સ્વયંને એક પરફેક્ટ રોમેન્ટિક ફેંટેસીમાં જોવા ઈચ્છો છો તો પેરિસ કરતા સારી જગ્યા એક પણ નથી. અહીંના હોટલ રેસિડેંસ ફો, એક્રોપોલ અને શાંગ્રીલામાં રોમેન્ટિક અને ખૂબ જ આરામદાયક સ્ટે કરી શકાય છે. આ સિટીમાં પોતાના પાર્ટનરનો હાથ પકડી વૉક કરવાની અલગ જ મજા છે. નોટ્રે ડેમ અથવા આઇકૉનિક એફિલ ટૉવરમાં ફોટોઝ ક્લિક કરાવો. પેરિસનો માહોલ તમારી મેરિડ લાઇફમાં ઘણા બધા રંગો ઉમેરી શકે છે.
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દુનિયાના અન્ય રોમેન્ટિક ડેસ્ટિનેશન વિશે...
 • 5 romantic destinations around the world
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પોંડિચેરી
   
  1499માં વાસ્કો ડી ગામાએ તેને ડિસ્કવર કર્યું હતું. પોંડિચેરી અથવા પુડ્ડુચેરી દુનિયાના સૌથી વધુ રોમેન્ટિક ડેસ્ટિનેશનમાંથી એક છે. અહીંના ફ્રેંચ કોલોનિયલ બિલ્ડિંગ્સ અને સુંદર ચર્ચ જોવા લાયક છે. હોટલ કોરામંડળ હેરિટેજમાં તમે એક આરામદાયક સ્ટે કરી શકો છો. આ સિવાય તમે પ્રોમેનેડ અને લે રૉયલ પાર્ક પણ સારી હોટલ સાબિત થશે. સ્વાદનો આનંદ માણવા ઈચ્છતા હોવ તો કેફે જટાસી, સત્સંગા, બેકર સ્ટ્રીટ બેસ્ટ છે. પોંડિચેરી જાવ તો પ્રોમેનેડ બીચ, પેરાડાઇઝ બીચ, ઑરોવિલ બીચ, સેરેનિટી બીચ જરાય મિસ ન કરતા.
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દુનિયાના અન્ય રોમેન્ટિક ડેસ્ટિનેશન વિશે...
 • 5 romantic destinations around the world
  કોટ્સવોલ્ડ્સ
   
  ઇંગલેંડનો કૉટ્સવોલ્ડ્સ રોમેન્ટિક ડેસ્ટિનેશન માટે પરફેક્ટ જગ્યા છે. અહીં તમને ઘણી પ્રાઇવેસી મળશે અને સાથે જ ફિશિંગ, સ્વીમિંગ અને બોટિંગ એન્જૉય કરવાનો સમય પણ મળશે. કોટ્સવોલ્ડ્સમાં ઓલ્ડ સ્ટૉક ઇન, મેટાઇમ ઇન અને બાનર્સલે હાઉસમાં સ્ટે કરો અને અહીંના અદભુત દૃશ્યનો આંદ ઉઠાવો. વારવિર કાસન, એવૉન ઑક્સફોર્ડ યૂનિવર્સિટી જેવા લેંડમાર્ક્સ જરાય મિસ ન કરો. સૌથી સારું ભોજન માણવા માટે લ્યૂમિએર, ગ્રેપ એસ્કેપ અને ડિનર એટ સિક્સ જાવ. આ જગ્યાની ગ્રીનરી તમારી અંદરના નેચર લવરને બહાર લઈ આવશે. અહીંના પાર્કમાં એક રોમેન્ટિક પિકનિક કરો. આ તમારી યાદોમાં હંમેશ માટે તાજા રહેશે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ