Home » Lifestyle » Travel » Worlds largest ice hotel is situated in Sweden

એકદમ અનોખી છે આ હોટલ, થાળીવાટકાથી માંડી બેડ સુદ્ધાં છે બરફના

Divyabhaskar.com | Updated - Nov 01, 2017, 06:09 PM

વાસ્તવમાં એક એવી હોટલ છે જે સંપૂર્ણ બરફની બનેલી છે. ત્યાં ચારેય બાજુ બરફ જ બરફ છે.

 • Worlds largest ice hotel is situated in Sweden
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ તાપમાન ઝીરો કરતા પણ ખૂબ નીચે હોય અને અમે તમને એવું કહીએ કે તમારે આજની રાત એવી હોટલમાં વિતાવવાની છે જેમાં બધું જ બરફનું છે પછી તે દીવાલો હોય કે સૂવા માટેનો બેડ બધુ જ બરફનું તો કદાચ તમે અમને ગાંડા સમજશો, પરંતુ આ કોઈ મજાક નથી વાસ્તવમાં એક એવી હોટલ છે જે સંપૂર્ણ બરફની બનેલી છે. ત્યાં ચારેય બાજુ બરફ જ બરફ છે. આ કોઈ ગાંડપણ નથી અહીં લોકો રોકાવા આવે છે અને પૂરેપૂરો આનંદ પણ માણે છે. આ હોટલમાં રોકાવા માટે તમારે ઘણા પહેલા બુકિંગ કરાવવાની હોય છે.
  દુનિયાની સૌથી મોટી આઇસ હોટલ
  આ પ્રકારની હોટલ ઉત્તરી યૂરોપ અને કેનેડામાં પણ છે, પરંતુ અહીં અમે જે હોટલની વાત કરી રહ્યા છીએ તે દુનિયાની સૌથી મોટી આઇસ હોટલ છે. આ હોટલ સ્વીડનના લેંપલેંડ વિસ્તારના જુકાસજાર્વી ગામમાં આવેલી છે. આ ગામની વસ્તી માત્ર એક હજાર છે. આ વિસ્તારમાં ઉનાળામાં 100 દિવસ સુધી સૂરજ નથી ડૂબતો અને શિયાણામાં 100 દિવસ સુધી સૂરજ નથી નીકળતો. આવા બર્ફીલા વિસ્તારમાં આઇસ હોટલની કલ્પના રોમાંચિત કરવાવાળી છે. આ હોટલને વીસ વર્ષ થઈ ચૂક્યાં છે. માત્ર 60 વર્ગ મીટરથી શરૂ થઈને આ 5500 વર્ગ મીટર ક્ષેત્રફળમાં ફેલાય ચૂકી છે.
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દુનિયાની સૌથી મોટી આઇસ હોટલ વિશે વધુ વિસ્તારમાં...
 • Worlds largest ice hotel is situated in Sweden
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  દરેક દૃષ્ટિએ છે અદભુત
   
  આ હોટલ દરેક રીતે અદભુત છે. સૌથી અલગ છે તેનું નિર્માણ કારણ કે આ કોઈ સ્થાયી બાંધકામ નથી. બરફનું બનેલું છે, તો ઉનાળો આવતા જ ઓગળી જાય છે અને હોટલ પાણી-પાણી થઈ જાય છે. બાજુમાં વહેતી ટોર્ન નદીની જેમ જ. એટલે આ હોટલ માત્ર ડિસેમ્બરથી એપ્રિલ સુધી માત્ર પાંચ મહિના જ ઊભી હોય છે. ડિસેમ્બરમાં તો વાસ્તવમાં તેના બનવાની પ્રક્રિયા શરૂ થાય છે અને લોકો દુનિયાભરથી તેના નિર્માણની પ્રક્રિયા જોવા પણ પહોંચતા હોય છે. ચારેય બાજુ દુનિયાભરથી આવેલા કળાકાર, આર્કિટેક્ટ, ડિઝાઇનર અને સ્નો બિલ્ડર બરફને અલગ-અલગ રૂપ આપવામાં લાગેલા હોય છે. ટોર્ન નદીમાં જ આ હોટલ માટે ઉપયોગમાં આવતી બરફની ખેતી કરવામાં આવે છે.
   
  બરફની સિલ્લીઓથી આ બાંધાકામ ઊભી તવા લાગે છે અને જેમ-જેમ આ ઊભી થવાની શરૂ થાય છે તૈયાર ભાગમાં લોકો રોકાવા લાગે છે. આ એ દિવસો હોય છે જ્યારે સૂરજ ક્યારેય ક્ષિતિજથી ઉપર નથી ઉઠતો, પરંતુ લોકો એમ પણ તેની રોશની કરતા નૉદર્ન લાઇટ્સના દૃશ્યો જોવા માટે વધુ ઉતાવળા હોય છે. એપ્રિલ અંત થતા-થતા સૂરજની કિરણો હોયલની દીવાલોને સ્પર્શ કરવા લાગે છે અને ખબર પડી જાય છે કે આ હોટલને વિદાઈ આપવાનો સમય થઈ ગયો છે.
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દુનિયાની સૌથી મોટી આઇસ હોટલ વિશે વધુ વિસ્તારમાં...
 • Worlds largest ice hotel is situated in Sweden
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  ખાસ વાતો
   
  - હોટલના રૂમ જુદી-જુદી પ્રકારના છે – આર્ટ સ્વીટ, આઇસ રૂમ અને સ્નો રૂમ. તમે ક્યાં રોકાવ છો તેના ઉપર નિર્ભર કરે છે કે તમે શું અનુભવ કરવા ઈચ્છો છો.
   
  - બહારનો તાપમાન જે પણ હોય, આઇસ હોટલમાં તાપમાન કાયમ ઝીરો કરતા પાંચ ડિગ્રી નીચેથી લઈને આઠ ડિગ્રી નીચે સુધીનો બન્યો રહે છે.
   
  - બરફની સિલ્લીઓની પથારી પર તમને ગરમ રાખવા માટે રેનડીયરની ચામડી લગાવવામાં આવે છે અને સૂવા માટે થર્મલ સ્વીપિંગ બેગ આપવામાં આવે છે. તેમાં ઘુસી જાવ, બરફ માત્ર આરામ આપશે ઠંડક નહીં. તમે ત્યાં કેટલા દિવસ રોકાવા ઈચ્છો છો તે તમારી હિમ્મત ઉપર જ નિર્ભર કરે છે, પરંતુ કેટલાય લોકો પોતાના રજાના દિવસોની એક રાત આઇસ હોટલમાં વીતાવી બાકીની રાતો બાજુમાં ગરમ હોટલમાં વિતાવવી પસંદ કરે છે જેમની દીવાલો બરફની નથી.
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દુનિયાની સૌથી મોટી આઇસ હોટલ વિશે વધુ વિસ્તારમાં...
 • Worlds largest ice hotel is situated in Sweden
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  - રેસ્ટોરાં બરફની દીવાલોના નથી, પરંતુ ખાવાની પ્લેટ અને વાટકીઓ ચોક્સ બરફની છે. આઇસ હોટલમાં રોકાવા સિવાય પણ અહીં કટેલાય પ્રકારની પ્રવૃત્તિઓ છે તે તમને દુનિયાના અન્ય કોઈ વિસ્તારમાં નહીં મળે.
   
  - અહીં 1700 સ્વીડિશ ક્રોનર (અંદાજિત 11 હજાર રૂપિયા)થી લઈ 6900 સ્વીડિશ ક્રોનર (અંદાજિત 44 હજાર રૂપિયા) એક રાત માટે રૂમ ઉપલબ્ધ છે. આઇસ હોટલ કિરૂના એરપોર્ટથી માત્ર 15 કિમી. અને કિરૂના ટ્રેન સ્ટેશનથી 17 કિમી.ના અંતરે છે. સ્વીડનના સિવાય યૂરોપના કેટલાય શહેરોમાં અહીં જવા માટે ફ્લાઇટ છે.
 • Worlds largest ice hotel is situated in Sweden
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • Worlds largest ice hotel is situated in Sweden
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • Worlds largest ice hotel is situated in Sweden
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • Worlds largest ice hotel is situated in Sweden
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • Worlds largest ice hotel is situated in Sweden
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Worlds largest ice hotel is situated in Sweden
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ