90 વર્ષ પહેલા આઇરિશ મહિલાએ બનાવી હતી આ કોલોની, આજે આ કારણે છે પ્રસિદ્ધ

આ ‘આર્ટિસ્ટ કૉલોની’ માટે ઓળખાય છે, જેની સ્થાપના 90 વર્ષ પહેલા આઇરિશ મહિલા નોરા રિચર્ડ્સે કરી હતી.

Divyabhaskar.com | Updated - Nov 03, 2017, 06:16 PM
Andretta, a Mysterious Himalayan Village and Artists Colon
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ અંદ્રેતા હિમાચલ પ્રદેશનું એક સુંદર સ્થાન છે, જે તમારી રચનાત્મકતાને વધારે છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં પાલમપુરથી રોડ માર્ગથી માત્ર 20 મિનિટના અંતરે અંદ્રેતા આવેલું છે. કળા અને સંસ્કૃતિ માટે આ સ્થાનનું વિશેષ મહત્વ છે. આ ‘આર્ટિસ્ટ કૉલોની’ માટે ઓળખાય છે, જેની સ્થાપના 90 વર્ષ પહેલા આઇરિશ મહિલા નોરા રિચર્ડ્સે કરી હતી. તેઓ એક લેખિકા અને નાટ્યકાર હતી જે 20મી સદીના મધ્યમાં અંદ્રેતામાં વસી ગઈ ગતી અને પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નાટક શિક્ષા આપતી હતી.
‘અંદ્રેતા પૉટરી એન્ડ ક્રાફ્ટ સોસાયટી’ અહીંના તમામ દર્શનીય સ્થળોમાંથી એક છે. તેને 1983માં સ્થાપિત કરવામાં આવી હતી. તેમનું એક પ્રોડક્શન સ્ટૂડિયો છે, જે ખૂબ સુંદર પૉટરીનું નિર્માણ કરી રહી છે. તેનાથી અડીને ટેરાકોટા મ્યૂઝિયમ છે. તેમાં જ્યાં એક તરફ આજુબાજુના ગામના કુંભારોના હાથે બનેલી વસ્તુઓનો સંગ્રહ છે, તો બીજી તરફ દુનિયાભરથી લાવેલી કળાત્મક વસ્તુઓ છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ અને અંદ્રતાની અન્ય તસવીરો તથા વિગતો...

Andretta, a Mysterious Himalayan Village and Artists Colon
શોભા સિંહ આર્ટ ગેલેરી
 
તમે જ્યારે પણ અંદ્રેતા જાવ તો શૌભા સિંહ આર્ટ ગેલેરી જવાનું ન ભૂલશો. આ ગામના મુખ્ય માર્ગની નજીક જ સ્થિત છે. શોભા સિંહ પ્રસિદ્ધ ચિત્રકાર હતા અને સિખ ગુરૂઓના ચિત્ર બનાવતા હતા. તેઓ અંદ્રેતામાં અંદાજિત 30 વર્ષો સુધી રહ્યાં.
Andretta, a Mysterious Himalayan Village and Artists Colon
નોરાનું ઘર અને કળા કેન્દ્ર
 
સમય નીકાળીને નોરા રિચર્ડના ઘરે ચોક્કસ જજો, જેમને અંદ્રેતને દુનિયાના પર્યટણ માનચિત્રમાં સ્થાન અપાવ્યું. તેમના ઘરથી થોડા જ અંતરે નોરા રિચર્ડ કળા કેન્દ્ર છે. આ કેન્દ્ર કળાકારો, સંગીતકારો, નર્તકો અને લેખકોને અહીં આવવા, થોડો સમય વિતાવવા, કાર્યશાળાનું આયોજન કરવા, અંદ્રેતાના સાંસ્કૃતિક વારસાને વધારવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.
Andretta, a Mysterious Himalayan Village and Artists Colon
અહીં જવું ન ભૂલશો
 
અંદ્રેતાની આજુબાજુ રોડ માર્ગથી થોડા-થોડા અંતરે કેટલાય જોવા લાયક સ્થળો છે. તેમાં પાલમપુર, બૈજનાથ મંદિર, તાશીજોંગ મઠ અને ધર્મશાળા મુખ્ય છે. અંદ્રેતાથઈ માત્ર 13 કિમી.ના અંતરે સ્થિત પાલમપુર પોતાના ચાના બાગાનો માટે પ્રસિદ્ધ છે. તેને ઉત્તર ભારતના ચાના પાટનગર તરીકે પણ ઓળખવામાં આવે છે.
X
Andretta, a Mysterious Himalayan Village and Artists Colon
Andretta, a Mysterious Himalayan Village and Artists Colon
Andretta, a Mysterious Himalayan Village and Artists Colon
Andretta, a Mysterious Himalayan Village and Artists Colon
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App