મંદિરમાં અંગ્રજોની ચઢતી હતી બલિ, બકરાનું માંસ મળશે પ્રસાદમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરકુલા દેવી મંદિર એક પ્રમુખ ધાર્મિક અને પર્યટન સ્થળ છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ મંદિરની પાસે જ બાબૂ બંધૂ સિંહનું સ્મારક છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત છે પ્રસાદમાં મળતું બકરાનું માંસ. આ ભારતનું એક માત્ર એવું મંદિર છે જ્યાં આ પરંપરા વર્ષોથી પ્રચલિત છે.
ગોરખપુરથી 20 કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર બીજી એક વસ્તુ માટે પ્રખ્યાત છે અને તે છે મંદિર સાથે જોડાયેલો ક્રાંતિકાર બાબૂ બંધૂ સિંહનો ઇતિહાસ.
શું છે હકીકત
આ મંદિરની પાસે ગાઢ જંગલ હતું, જંગલની પાસેથી જ ગુર્રા નદી પસાર થતી હતી. આ જંગલમાં ડુમરી જાતિના મુખી બંધૂ સિંહ રહેતા હતા. આ નદીના તટની પાસે બંધૂ સિંહ તાડની નીચે પિંડિઓ સ્થાપિત કરીને દેવીની ઉપાસના કરતા હતા. તરકુલા બાબૂ બંધૂ સિંહની ઇષ્ટ દેવી હતી. જ્યારે પણ બંધૂ સિંહ અંગ્રેજોની સામે લડત આપતા ત્યારે અંગ્રેજોને મોતના ઘાટ ઉતારી તેઓના માથા આ દેવીને ચઢાવવામાં આવતા હતા. લાંબા સમય સુધી અંગ્રજો પાસે આ સિપાઇઓના ગાયબ થવાનું રહસ્ય સમજી શક્યા નહતા. ધીરે ધીરે જાણ થઇ કે આ તેમના સિપાહીઓ આ વિસ્તારમાં જ ગૂમ થઇ રહ્યા છે.
છ વખત ફાંસી પર લટક્યા બાદ પણ ન મર્યા બંધૂ સિંગ, આગળની સ્લાઇડમાં જાણો બંધૂ સિંહના મોતનું ચોંકાવનારું રહસ્ય...