ભારતમાં થાય છે હોલિવૂડ ફિલ્મનું શૂટિંગ, વિશ્વના 10 શૂટિંગ લોકેશન્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ મેહરાનગઢ કિલ્લો, જોધપુર, રાજસ્થાન)

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ભારત અને વિશ્વમાં ઘણા એવા સ્થળો છે જેની પોતાની આગવી વિશેષતાઓ છે. આ સ્થળોની સુંદરતા ઘણીવાર સિલ્વર સ્ક્રિન ઉપર પણ કંડારવામાં આવી છે. આજે અહીં એવા લોકેશન અંગે વાત કરવામાં આવી છે, જ્યાં પ્રખ્યાત ફિલ્મોની શૂટિંગ થઇ ચૂકી છે. જો તમને લાગે છે કે હોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ માત્ર વિદેશી લોકેશનમાં જ થાય છે, તો તમે સાચા નથી, ભારતમાં જ ઘણાં એવા સુંદર લોકેશન છે જ્યાં હોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ થયું છે. અહીં ભારતના અને અન્ય દેશોના એવા સ્થળો અંગે વાત કરવામાં આવી છે જે શૂટિંગ લોકેશન માટે પરફેક્ટ ગણાય છે.
લોકેશનઃ મહેરાનગઢ કિલ્લો

સ્થળઃ જોધપુર, રાજસ્થાન
ફિલ્મઃ ધ ડાર્ડ નાઇટ રાઇઝિસ

જોધપુર ભારતના સુંદર સ્થળોમાંથી એક છે. ટ્રાવેલિંગના શોખિનોનું આ ફેવરેટ સ્પોટ પણ છે. નવા વર્ષમાં જોધપુર વધારે સુંદર લાગે છે, કારણ કે અહીં અલગ અલગ પ્રકારની સજાવટ અને પાર્ટી યોજાય છે. આમ તો આખું રાજસ્થાન કિલ્લાઓ માટે પ્રખ્યાત છે, પરંતુ જોધપુરનો પોપ્યુલર મેહરાનગઢ કિલ્લો લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પંદરમી શતાબ્દીમાં બનેલો આ વિશાળ કિલ્લો પહાડો પર, મેદાનથી 125 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આ કિલ્લો આઠ દરવાજાઓ અને દસ કિલોમીટર લાંબી ઉંચી દિવાલથી ઘેરાયેલો છે. કિલ્લાની અંદર અનેક ભવ્ય મહેલો, અદભૂત નકશીકામવાળા દરવાજા અને જાળીદાર બારીઓ છે. તેની સુંદરતા હોલિવૂ઼ડ ડાયરેક્ટર્સને પણ આકર્ષે છે, એટલે જ હોલિવૂડ ફિલ્મ 'ધ ડાર્ક નાઇટ રાઇઝિસ'ના શૂટિંગમાં અંડરગ્રાઉન્ડ જેલ દર્શાવવા માટે આ સ્થળની પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મની શરૂઆતમાં જ આ કિલ્લો જોવા મળે છે.
અન્ય લોકેશન અંગે જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...