તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેનો જન્મ થયો હતો ભારતમાં,તે દીવો લઈને શોધતા પણ નથી મળતુ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય સંગીતના મૂળ આપણી પ્રાચીન સભ્યતા સાથે જોડાયેલા છે.ભારતને કલાસીક મ્યુઝીકનુ જન્મદાતા માનાવમાં આવે છે.અહીં અનેક ટોચના સંગીતકારએ ભારતામાંથી જ વિશ્વભરમાં નામના મેળવી છે.ભારતના વાદ્ય યંત્ર પણ એક અનોખુ મહ્ત્વ ધરાવે છે.

પ્રાચીન ભારતીય વાદ્ય યંત્ર જે લગભગ 150-200 હતા જે અત્યારે ભુલાઈ રહ્યા છે.સમયની સાથે ગિતાર,તાનપુરા,સાંરગી જેવા યંત્ર પોતાની ઓળખ ગુમાવી રહ્યા છે.

ixigo.com અને divyabhaskar.com તમને આવાજ પ્રાચીન યંત્રો અંગે જાણકારી આપશે જે ભારતની ઐતિહાસિક ઓળખમાંના એક છે.તમારા માટે તક છે આવા યંત્રો સાંભળવાની અને તે અંગે જાણવાની અને સાથે સમજવાની કે ભારતીય સંસ્કૃતિના કેટલા રંગ છે.

-રુદ્ર વીણાઃજે અકબરના મહેલોની ઓળખ

અકબર જેવા રાજાઓના મહેલમાં આ યંત્રનો અવાજ ગૂંજતો રહોતો.બામ્બુ કે લાકડીમાંથી બનેલ આ યંત્રમાં તારના માધ્યામથી સંગીત ઉત્પન્ન થાય છે.ભારતીય કલાસિકલ મ્યૂઝિકમાં ધ્રુપદમાં તેનો ઉપયોગ થાય છે.

જો ઈતિહાસ પર નજર કરીએ તો ધ્રુપદ અને રુદ્ર વીણા વૈદિક કાળમાં સૌથી લોકપ્રિય હતા.રુદ્ર વીણા આજે પણ તાર યુક્ત યંત્રોની જનની કહેવામાં આવે છે.

સમયની સાથે જેમ સંગીત અને તેની જરૂરીયાતો બદલાય છે તે રીતે રુદ્ર વીણાની જરૂરીયાત બદલાતા સંગીતની સાથે આ યંત્રો પણ વિસરાતા ગયા.આજે માત્ર પાંચ લોકો એવા છે જેમણે આપણા ભવ્ય વારસાને એટલે કે રૂદ્ર વીણાની સંસ્કૃતિને જીવિત રાખી છે.રૂદ્ર વીણાની જરૂરીયાત પણ હવે ભારતમાં ખુબ ઓછી થઈ રહી છે.છતાં પણ આજે વારાણસીના ધ્રુપદ મેળા જેવી જગ્યાએ તેની પ્રસ્તૃતિ કરવામાં આવે છે.