પાંચાલીએ બનાવ્યું હતું અહીં જીવનનું અંતિમ ભોજન, જાણો આ સ્થળ અંગે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાખંડમાં અનેક પર્યટક સ્થળ આવેલા છે, તેમાંથી એક છે મુંસ્યારી. આ સ્થળ એક ચોક્કસ ઉંચાઇ પર આવેલું છે, તેથી શાંતિનો અનુભવ કરવા માટેના ટૂરિસ્ટ્સનું આ ફેવરિટ સ્પોટ ગણાય છે.
મુંસ્યારી ઉત્તરાખંડના કુમાઉં ક્ષેત્રમાં આવેલું એવું સ્થાન છે, જ્યાં ચારેતરફ સુરમ્ય વાદીઓ અને બરફના પહાડો છે. આ સ્થળ શહેરના ભાગદોડ ભર્યા જીવનથી તમને દૂર રાખશે અને પ્રાકૃતિક સુંદરતાની વચ્ચે શાંતિ પ્રદાન કરશે. પૂર્વની સૌથી વધારે પહાડીઓ વાળા જિલ્લા પિથૌરાગઢમાં સ્થિત મુંસ્યારી એકાંત શોધનાર અને એડવેન્ચર્સ ટ્રાવેલર્સ માટે બેસ્ટ ઓપ્શન ગણાય છે.
મુંસ્યારી મિલામ અને રાલમ ગ્લેશિયર્સ અને નંદા દેવી પીક ટ્રેકર્સ માટે બેસ કેમ્પ છે. પૌરાણિક કથાઓ અનુસાર અહીં પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન રોકાણ કર્યુ હતું. સ્વર્ગ જતા પહેલાં તેઓએ છેલ્લી વખત અહીં ભોજન બનાવ્યું હતું. અહીં પાંચાલી પર્વતમાળા અને આકાશને આંબતી તેની ટોચ આ દંતકથાને માનનારાઓના વિશ્વાસને વધારી દે છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો અહીંની ખાસિયત...