તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીવાનની બગડી મુખીની દીકરી પર નજર, શાપિત બન્યું આ ગામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં ઘણાં એવા ગામડાંઓ છે, જેમાં કેટલીક રહસ્યમય ઘટનાઓ જોવા મળે છે. આવું જ એક ગામ રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આવેલું છે. કુલધરા નામે ઓળખાતું આ ગામ છેલ્લાં 170 વર્ષથી પણ વધારે વર્ષોથી વિરાન છે.
આ ગામડાંમાં વસતા હજારો લોકો એક જ રાતમાં આ ગામને ખાલી કરીને ચાલ્યા ગયા હતા. એટલું જ નહીં, તે સમયે ગ્રામવાસીઓએ શ્રાપ આપ્યો હતો, જેના પ્રતાપે આજ સુધી કોઇ આ ગામમાં રહેવા આવી શક્યું નથી. ખંડરમાં ફેરવાઇ ગયેલા આ ગામ વિશે એવું કહેવાય છે કે અહીં ભૂતિયા આત્માઓનો વાસ છે. ટૂરિસ્ટ્સને આજે પણ આ ગામડાંમાં બોલવાના, ચાલવાના અને હસવાના અવાજો સંભળાય છે. કહેવાય છે કે આ વિરાન ગામના ખંડરોમાં સ્ત્રીઓની બંગડીઓનો ખણકાર અને પાયલોનો અવાજ સાંભળવામાં આવે છે.
ટૂરિસ્ટ પ્લેસમાં બદલાયું
કુલધરા ગામ હવે ટૂરિસ્ટ પ્લેસમાં ફેરવાઇ ગયું છે. દર વર્ષે દેશ વિદેશથી લાખોની સંખ્યામાં સહેલાણીઓ આ ગામને જોવા માટે આવે છે. અહીંની રહસ્યમય કહાણઓને સાંભળે છે.
ગામની સરદહે બનાવ્યું ફાટક
આ ગામમાં ટૂરિસ્ટ પ્લેસ બન્યા બાદ પ્રશાસને અહીંની સરહદ પર એક ફાટક બનાવી દીધો છે. દિવસમાં તો અહીં ટૂરિસ્ટ્સ ફરી શકે છે, પણ રાત્રે આ ગામની અંદર જવાની કોઇ હિંમત નથી કરતું. અહીં તમને ખંડર અને પત્થરો સિવાય દૂર સુધી ફેલાયેલું રણ જોવા મળશે. આ સ્થળ રાજસ્થાનથી 17 કિલોમીટર દૂર આવેલું છે.
આગળની સ્લાઇડમાં જાણો, આ ગામની વિરાન થયા પાછળની હકીકત અને શા માટે રાતોરાત ખાલી થયું આ ગામ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો