તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા ભારતના આ 10 કિલ્લાઓ આજેય છે અભેદ્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ બાળપણમાં તમે કિલ્લાઓ, ઝાંસીની રાણી, રાજા-મહારાજાઓની અનેક વાર્તાઓ વાંચી, સાંભળી કે પછી ભણી હશે. ખાસ કરીને એક વૃદ્ધ રાજા, તેની પુત્રી અને કિલ્લો, કિલ્લાના દુષ્ટ રાક્ષસવાળી વાર્તા તો તમે ક્યારેકને ક્યારેક ચોક્કસથી સાંભળી જ હશે. વાત જ્યારે ઐતિહાસિક સ્થળોમાં ફરવાની હોય અને આપણે દેશમાં મોજુદ ભવ્ય, પ્રાચીન તથા ઐતિહાસિક કિલ્લાઓની વાત ન કરીએ તો કંઈક અધુરૂ લાગે છે.
સુરક્ષા માટે કરવામાં આવતું હતું કિલ્લાઓનું નિર્માણ

ભારતમાં તૈયાર કરવામાં આવેલા કિલ્લાઓનું નિર્માણ ખાસ કરીને દુશ્મનોથી સુરક્ષિત રહેવા માટે કરવામાં આવ્યું હતું. આ કિલ્લાઓને દુર્ગ, ગઢ અને કોટના નામથી પણ ઓળખવામાં આવે છે. દુર્ગ એ પત્થરો વગેરેની પહોળી દીવાલોથી ઘેરાયેલું એવું સ્થળ છે જેમાં રાજા, સરદાર અને સેનાના સિપાહીઓ રહેતા હોય છે. નગરો, સૈનિક છાવણીઓ અને રાજપ્રસાદો સુરક્ષા માટે કિલ્લાના નિર્માણની પરંપરા ઘણા પ્રાચીન સમયથી ચાલી આવે છે. ભારતના મધ્યકાલીન કિલ્લા સંબંધિત વાતો વધુ વિસ્તારમાં મળી આવે છે. આજે અમે તમને ભારતના 10 એવા જાણીતા કિલ્લાઓ અંગે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નિર્માણ અદભુત રીતે કરવામાં આવ્યું છે અને દુશ્મનો પણ સર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
આહિરગઢ કિલ્લો

આહિરગઢ કિલ્લો અથવા આહીગઢ કિલ્લાને આહિર વંશના રાજા આસા આહિરે બનાવ્યો હતો. પહેલા આ કિલ્લાને આસા આહિર ગઢ કહેવામાં આવતું હતું, પરંતુ સમય સાથે આ કિલ્લાનું નામ નાનું કરી દેવામાં આવ્યું અને આજે તે હાલ આ નામથી જાણીતું છે. સ્થાનિક કહેવતો અનુસાર, એવું માનવામાં આવે છે કે, આ કિલ્લાને બળથી જીતી શકાતો નથી.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ભારતના અલગ અલગ કિલ્લાઓ અંગે વિસ્તારમાં...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો