અમેરિકામાં રહેતા ભારતીયોમાં ફેમસ છે આ મંદિરો અને ગુરુદ્વારા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ગણેશ મંદિર, ફ્લશિંગ, અમેરિકા)

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રાને લઇને ભારત અને અમેરિકામાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. ભારતીય પ્રવાસીઓમાં ગુજરાતના લોકોની સંખ્યા ઘણી મોટી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મોદીના ઘણાં પ્રશંસકો છે, જે ઘણાં સમયથી તેમના અમેરિકા આવવાની રાહ જોઇ રહ્યા હતા. મોદીની આ યાત્રા નવરાત્રિમાં શરૂ થઇ હોવાના કારણે પણ તે ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે નવરાત્રિનું વ્રત રાખે છે. અમેરિકામાં પણ તેઓ વ્રત રાખશે, આ અવસરે અમેરિકામાં રહેતા ભારતીય લોકોની ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને ત્યાં બનેલા મંદિરો અને ગુરુદ્વારા અંગે અહીં માહિતી આપવામાં આવી છે.
ગણેશ મંદિર, ફ્લશિંગ
નોર્થ અમેરિકામાં હિંદુ સોસાયટી દ્વારા આ મંદિર ફ્લશિંગમાં તૈયાર કરવામાં આવ્યું હતું. આ અમેરિકાનું સૌથી મોટું અને પ્રખ્યાત મંદિર છે. આ મંદિરમાં લોકો પૂજા-પાઠ તો કરે જ છે, આ સિવાય અહીં હિંદુ કોમ્યુનિટીના વિદ્વાન લોકો દ્વારા ધર્મ-જાતિ, સભ્યતા-સંસ્કૃતિ, આર્ટ અને મ્યુઝિક પર લેક્ચર આપવામાં આવે છે. 1970 બાદ આ મંદિર તમામ લોકો માટે ખૂલ્લુ મુકવામાં આવ્યું છે. આ મંદિરમાં થતા સાંસ્કૃતિક કાર્યક્રમો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આ મંદિરાના પ્રમુખ સજાવટના ભાગ ભારતમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને અમેરિકા મોકલવામાં આવ્યા હતા. આ મંદિરમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.
અમેરિકામાં બનેલા હિંદુ ધર્મના મંદિરો અને ગુરુદ્વારા અંગે જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...