વેકેશનની પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો જરા અહીં કરી લો એક નજર!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાના વેકેશનમાં ટ્રાવેલિંગનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ ટ્રાવેલિંગ ડેસ્ટિનેશન્સની મુલાકાત ચોક્કસથી લેવી જોઇએ. આ પર્યટક સ્થળો પર દર વર્ષે દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ટૂરિસ્ટ્સ તેમના વેકેશનને યાદગાર બનાવવા માટે આવે છે. જો તમે પણ ઉનાળાની રજાઓને શાંત વાતાવરણમાં વિતાવવા ઇચ્છો છો તો સાઉથની અરાકૂ વેલી તમારાં માટે બેસ્ટ ઓપ્શન છે. આ સિવાય તમે ઇન્ડોનેશિયના લેક ટોબાની મુલાકાત પણ લઇ શકો છો. આ એક અત્યંત સુંદર આઇલેન્ડ છે, આજે અહીં ભારતના સાઉથથી લઇને ઇન્ડોનેશિયા સુધીના ટ્રાવેલિંગ ડેસ્ટિનેશન અંગે માહિતી આપવામાં આવી છે. સાઉથમાં અરાકૂ વેલી સિવાય તમે હાર્સલે હિલ્સના પ્રાકૃતિક નજારાઓનો આનંદ ઉઠાવી શકો છો.
અરાકૂ વેલી
અરાકૂ વેલી સાઉથનું એક ફેમસ હિલ સ્ટેશન છે, જે વિશાખાપટ્ટનમ જિલ્લામાં સ્થિત છે. જે કોફીના બગીચાની સુંદરતા માટે પ્રસિદ્ધ છે. આ વેલીમાં તમને પહાડ, નદીઓ અને ઝરણાં પણ જોવા મળશે. વિશાખાપટ્ટનમથી અરાકૂ જતા તમને રસ્તામાં પ્રસિદ્ધ બોરા ગુફાઓ પણ જોવા મળશે. આ ગુફાઓ દેશની સૌથી મોટી ગુફાઓ ગણાય છે.
અરાકૂ ખીણ તેની વિશિષ્ટ જનજાતિય સંસ્કૃતિ માટે ઓળખાય છે. અરાકૂ વેલી રક્તકોંડા, ચિતામોગોંડી, ગલીકોંડા અને સંકરીમેટ્ટાના પહાડોથી ઘેરાયેલી છે. ગલીકોંડા પહાડોને આંધ્રપ્રદેશના રાજ્યમાં સૌથી ઉંચી પહાડી હોવાનું ગૌરવ પ્રાપ્ત છે.
કેવી રીતે પહોંચશો-
રેલવે માર્ગઃ ઇસ્ટ-કોસ્ટ રેલવેની કોઠાવલાસા-કિરંડુલ રેલવે લાઇન પર અરાકૂ વેલીના બે સ્ટેશન છેઃ અરાકૂ અને અરાકૂ વેલી.
સડક માર્ગઃ વિશાખાપટ્ટનમ અહીંથી 116 કિલોમીટર દૂર છે. વિશાખાપટ્ટનમથી અરાકૂ માટે બસ અથવા ટેક્સી સરળતાથી ઉપલબ્ધ છે.
ક્યાં રોકાશોઃ અરાકૂની નજીક રોકાવા માટે ઘણાં રિસોર્ટ છે.
ઇન્ડિયાથી લઇને ઇન્ડોનેશિયાની સફર કરવા માટે ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર...