ઉનાળુ વેકેશન માટે ગુજરાતીઓ માટે બેસ્ટ પિકનિક પ્લેસ છે દિવનો દરિયાકિનારો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉનાળુ વેકેશનમાં પિકનિક માટે દિવ બહું સારો વિકલ્પ ગણાય છે. ગુજરાતની સાવ બાજુમાં આવેલ હોવાથી જવામાં સમય અને પૈસા બંન્નેનો બચાવ થાય છે. તેથી માત્ર એક-બે દિવસનો પ્લાન બનાવી પિકનિક કે મિનિ વેકેશન પણ માણી શકાય.

અહિં પિકનિક માટે મસાલો મળી રહે તેવાં ઘણાં અદભુત સ્થળો છે. રબની ખાડીમાં આવેલ આ નાનકડો દ્વીપ દેશના કેન્દ્ર શાસિત પ્રદેશોમાંનો એક છે. દિવ અને દમણ નાનકડાં શહેર જ છે.

અહીં ફરવા માટે ત્રણ સુંદર બીચ છે. નાગોઆ બીચ, ઘોઘરા બીચ અને જલંદર બીચ. આ બધા જ બીચ પર તમે પેરાસેલિંગ, સન બાથિંગ અને સ્વિમિંગની મજા માણી શકો છો.

આગળની સ્લાઇડ્સમાં જુઓ દિવની સુંદર તસવીરો અને સાથે-સાથે રસપ્રદ માહિતી પણ.....