દુનિયાના 5 સુંદર શહેરો, અહીં ફરવા માટે ટેક્સી નહીં નાવનો થાય છે ઉપયોગ

આપણાંમાંથી મોટાભાગના લોકોએ વેનિસ વિશે સાંભળ્યું હશે જ્યાં નદીઓ અને નહેરો માર્ગ તથા નાવ ટ્રાંસપોર્ટેશનનું માધ્યમ છે.

Divyabhaskar.com | Updated - Oct 04, 2017, 05:14 PM
Most Beautiful Canal Cities in Europe
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આપણાંમાંથી મોટાભાગના લોકોએ વેનિસ વિશે સાંભળ્યું હશે જ્યાં નદીઓ અને નહેરો માર્ગ તથા નાવ ટ્રાંસપોર્ટેશનનું માધ્યમ છે. પરંતુ શું તમે જાણો છો કે યૂરોપમાં પણ કેટલાક એવા શહેરો જ્યાં શેરીઓમાં ટેક્સી નહીં નાવ ચાલે છે? નહીં તો અમે તમને આજે એવા જ કેટલાક શહેરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
યૂટ્રેક્ટ
યૂટ્રેક્ટ સેન્ટ્રલ નીધરલેન્ડનું એક શહેર છે જે વર્ષોથી એક ધાર્મિક કેન્દ્ર રહ્યું છે. આ મધ્યકાલીન આર્કિટેક્ચરવાળા શહેરોમાં નહેરોનો જાળ ફેલાયેલો છે. આ સિવાય અહીં ક્રિસ્ટિયન સ્મારકો અને સન્માનિત વિશ્વવિદ્યાલય છે. આ સિવાય અહીં પ્રાચીન મઠમાં ધાર્મિક કળા અને કળાકૃતિઓ જોય શકાય છે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય શહેરો વિશે જ્યાં નહેરો છે ટ્રાંસપોર્ટેશનનું માધ્યમ...

Most Beautiful Canal Cities in Europe
એનીસી શહેર
 
એનીસી દક્ષિણ-પૂર્વી ફ્રાન્સમાં એક અલ્પાઇન શહેર છે, જે અનાની થિઉ નદીના કિનારે એક ઝરણાં પર વસેલું છે. આ શહેર પોતાની જૂની શૈલીના ઘરો માટે જાણીતું છે. અહીં જૂની સ્ટાઇલમાં ઘસાયેલા રોડ, મરોડદાર નહેરો અને પેસ્ટલ રંગોના ઘર છે, જે એક અલગ જ દૃશ્ય ઉત્પન્ન કરે છે.
Most Beautiful Canal Cities in Europe
બ્રુગ્સ
 
આ પશ્ચિમોત્તર બેલ્જિયમમાં પશ્ચિમ ફ્લેન્ડર્સનું પાટનગર, તેની નહેર, રોડ અને મધ્યકાલીન ઇમારતોના કારણે પ્રસિદ્ધ છે. તેનું બંદર માછલી પકડવા, જીબ્રિંગે અને યૂરોપીય વેપાર માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે.
Most Beautiful Canal Cities in Europe
હેમબર્ગ
 
હેમબર્ગ જર્મનીનું એક પ્રમુખ નગર અને બંદર છે. એક સમયે આ હેમબુર્ગ રાજ્યનું પાટનગર હતું. હેમબર્ગ શહેર સમુદ્રથી 120 કિમી અંદર એલ્વે નદીના ઉત્તરી ભાગ પર બર્લિનથી 285 કિમી. ઉત્તર પશ્ચિમમાં સપાટ ભૂમિ પર સ્થિત છે. આ શહેરમાં પણ નહેરોનો જાળ ફેલાયેલો છે.
Most Beautiful Canal Cities in Europe
સેન્ટ પીટર્સબર્ગ
 
સેન્ટ પીટર્સબર્ગની સ્થાપના નેવા નદીના કિનારે વર્ષ 1703માં થઈ હતી, જ્યારે રૂસે સ્વીડનની સાથે યુદ્ધમાં આ જમીન જીતી લીધી હતી. આ સુંદર શહેરમાં પણ નહેરોનો મુખ્ય ઉપયોગ માર્ગની જેમ જ કરવામાં આવે છે.
X
Most Beautiful Canal Cities in Europe
Most Beautiful Canal Cities in Europe
Most Beautiful Canal Cities in Europe
Most Beautiful Canal Cities in Europe
Most Beautiful Canal Cities in Europe
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App