તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એડવેંચરપ્રિય લોકોને આકર્ષતું આ શહેર સ્કી ડાઉવિંગ માટે છે પ્રસિદ્ધ!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આપણે કાયમ નવા-નવા સ્થળો વિશે વાત કરતા હોઈએ છીએ. આજે પણ એવી જ નવી જગ્યા વિશે તમને જણાવવું છે જે અન્ય સ્થળો જેટલી પ્રસિદ્ધ તો નથી પરંતુ એડવેંચર પ્રિય લોકોમાં જાણીતી જરૂર છે. એડવેંચરપ્રિય લોકો અહીં દેશના ખૂણે-ખૂણેથી સ્કી ડાઇવિંગની મજા માણવા આવતા હોય છે.
એડવેંચરપ્રિય લોકો માટે એક સુંદર સ્થળ છે ઔલી
સ્કી ડાઇવિંગ અને બરફમાં રમવા માગતા ટૂરિસ્ટ માટે ઔલી એક નવી જ જગ્યાનો ઉદય છે. શિમલા, મનાલી અને ગુલમર્ગ જેટલું જાણીતું ન બની શકેલું ઔલી ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. એક સ્વતંત્ર રાજ્ય બન્યાં પછી ઉત્તરાખંડ હવે ધીમે-ધીમે પ્રવાસીઓની નજરમાં આવી રહ્યું છે. ઔલીને બુગાયલ તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ ઘાસનું મેદાન થાય છે.
- બદ્રીનાથના રસ્તે આવેલું ઔલી ચોમાસા સિવાય તમામ સમયે જોવાલાયક સ્થળ છે. જોકે, શિયાળામાં હવે ત્યાં ભારતના અને દુનિયાના અનેક લોકો ખાસ સ્કી ડાઇવિંગ માટે આવે છે.
- ઓક્ટોબર તથા નવેમ્બરમાં ઔલીનું તાપમાન ૫થી ૧૪ સેલ્સિયસ હોય છે, જે ડિસેમ્બર સુધીમાં ૨થી ૧૦ સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. શિયાળામાં ભારતની કોઈ જગ્યાએ બરફવર્ષાની મજા માણવી હોય તો ઔલી એક ઉત્તમ સ્થળ છે. અહીં આવેલા સ્કી રિસોર્ટ્ઝ દુનિયામાં વખણાય છે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો એડવેંચર્સ સ્થળ ઔલી વિશે વિસ્તારમાં...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો