તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હનીમૂન માટે બેસ્ટ છે ભારતનું આ ઇકો-ફ્રેંડલી દ્વીપ, માણો સ્કૂબા ડાઇવિંગની મજા!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આજની દોડધામભરી જીવનશૈલીમાં વ્યક્તિને નિરાંતનો સમય જ નથી મળતો એવામાં તે પોતાની રજાઓમાં કોઈ એવી જગ્યાએ જવા ઈચ્છે છે જ્યાં તે નિરાંતની પળો માણી શકે. નિરાંતની શોધમાં તે દુનિયાના કેટલાય દરિયાકિનારે જાય છે પછી તે બ્રાઝિલનું અમેઝન હોય કે પછી ઇબિજનો દરિયાકિનારો. આવી જગ્યાએ જઈને વ્યક્તિ નિરાંત પ્રાપ્ત કરે છે, જે વિશ્વની અમુક જ જગ્યાઓમાં પ્રાપ્ત થાય છે. જો તમે પણ નિરાંતની પળો માણવા ઈચ્છતા હોવ તો અંદામાન અને નિકોબાર દ્વીપ એક ઉત્તમ પસંદગી રહેશે.
અંદામાન અને નિકોબાર દ્વીપનું પ્રવેશ દ્વાર છે પોર્ટ બ્લેયર
અંદામાન અને નિકોબાર બે અલગ દ્વીપ છે જે એકબીજાથી માત્ર 10 ડિગ્રી નોર્થ લેટિટૂડના અંતર પર છે. પોર્ટ બ્લેયર આ બંને દ્વીપનું પ્રવેશ દ્વાર જ નહીં બલકે અહીંની રાજધાની પણ છે. પોર્ટ બ્લેયર આ દ્વીપનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. પોર્ટ બ્લેયરના એરપોર્ટથી તમે કોઈ અન્ય પરિવહન સાધન દ્વારા આ બંને દ્વીપની સેર કરી શકો છો. ભારતના કેટલાક તટીય શહેરો જેમ કે, ચેન્નઈ, કોલકાતાથી યાત્રી જહાજ દ્વારા પોર્ટ બ્લેયર જઈ શકે છે.
આ બંને દ્વીપ પોતાના સાફ અને સુંદર દરિયાકિનારાને લીધે પ્રખ્યાત છે. અહીં સહેલાણીઓને સ્કૂબા ડાઇવિંગ કરવાની તક મળે છે, જેમાં તેઓ પાણીની નીચે વસેલા કેટલાય જીવ અને અન્ય પ્રકારના છોડ જોઈ શકે છે. તેની સાથે જ અહીં અન્ય કેટલાય સુંદર પર્યટણ સ્થળ છે, જેને જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. તેની આ જ ખૂબીઓને લીધે તેને ‘ઇકો-ફ્રેંડલી’ સ્થળની ઉપમા આપવામાં આવી છે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અંદામાન અને નિકોબાર દ્વીપ વિશે વિસ્તારમાં...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો