ઓક્ટોબરમાં રજાઓમાં ગાળવા માટે બેસ્ટ છે આ પ્લેસ, અત્યારથી જ કરી લો બુકિંગ

divyabhaskar.com

Sep 29, 2018, 09:30 PM IST
you can plan to visit this 5 beautiful destination in october

ટ્રાવેલ ડેસ્કઃ આ વખતે નવરાત્રી અને દશેરા ઓક્ટોબર મહિનામાં છે, જેના કારણે ફરી એકવાર વિકેન્ડ સાથે લાંબી રજા ગાળવાની યોજના બનાવી શકો છો. જોકે આ માટે તમારે અત્યારથી બુકિંગ કરાવી લેવું જોઇએ. જો તમે હોલિડે ડેસ્ટિનેશન શોધી રહ્યાં છો તો આજે અમે અહીં એવા કેટલાક સ્થળો અંગે જણાવી રહ્યાં છીએ જ્યાં તમે ઓક્ટોબરમાં ફરવા માટે જઇ શકો છો.

પચમઢી, મધ્ય પ્રદેશ
મધ્યપ્રદેશનું એકમાત્ર હિલ સ્ટેશન પચમઢીને સતપુડાની રાણી પણ કહેવામાં આવે છે. અહીં પ્રકૃતિને નજીકથી અનુભવવાની તક મળે છે. ચારેકોર હરિયાળીની વચ્ચે ગુફાઓથી લઇને તળાવ અને ઝરણા થાક ઉતારવા માટે શ્રેષ્ઠ છે. પચમઢીમાં સનરાઇઝ જોવાનો અનુભવ પણ તમે નહીં ભૂલો. આ સાથે તમે સતપુડા નેશનલ પાર્ક પણ જઇ શકો છો.

કચ્છ, ગુજરાત
ગુજરાતનું કચ્છ વિશ્વભરમાં જાણીતું છે. અહીં મોટી સંખ્યામાં લોકો રજાઓ માણવા માટે આવે છે. કચ્છમાં જોવાલાયક અનેક સ્થળો છે, જે તમારા અનુભવને યાદગાર બનાવી દેશે. કચ્છમાં ફરવા માટે સફેદ રણ, પ્રાગ મહેલ, આઇના મહેલ, કચ્છ મ્યૂઝિયમ, માંડવી અને ધોળાવિરા બેસ્ટ છે.

હમ્પી, કર્ણાટક
કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લામાં સ્થિત સુંદર અને ઐતિહાસિક ગામ હમ્પી ઓક્ટોબરમાં રજાઓ ગાળવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. હમ્પી મધ્યકાલિન હિન્દુ રાજ્ય વિજયગનર સામ્રાજ્યની રાજધાની હતું. એ સમયે અનેક મંદિર સમૂહોના અવશેષ આજે પણ તમને જોવા મળી જશે. આ ઐતિહાસિક સ્થળો પર ફરવાની સાથે દારોજી સ્લોથ રિંછ અભ્યારણ્ય, તુંગભદ્રા ડેમ અને મતંગ હિલ પણ ટ્રાવેલ માટે શાનદાર છે.

ઝીરો ઘાટી, અરૂણાચલ પ્રદેશ
અરૂણાચલ પ્રદેશ સ્થિત ઝીરો ઘાટી તમારી પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. અહીં તમે કપલ અને સોલો ટ્રિપ પ્લાન કરી શકો છો. ઝીરો ઘાટી જતા તમે ટૈલી ઘાટી વન્ય જીવ અભ્યારણ્ય, મેઘના ગુફા મંદિર, ઝીરો પુટો, પાઇન બાગ અને ડોલો-માંડો જરૂર ફરવા જાઓ. આ સ્થળોએ તમે રોમાંચ અને શાંતિનો અનુભવ કરી શકશો.

ઋષિકેશ, ઉત્તરાખંડ
રોમાંચથી લઇને સ્પિરિચ્યુઅલ ટૂરિઝમ માટે ઋષિકેશથી શ્રેષ્ઠ ભાગ્યે જ કોઇ જગ્યા હશે. ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિનાની વચ્ચે અહીંનું તાપમાન 19થી 27 ડિગ્રી સુધી રહે છે. અહીં અનેક મંદિરોના દર્શનની સાથે ગંગા આરતી જરૂર જુઓ. એડ્વેન્ચર પસંદ હોય તો તમે રિવર રાફ્ટિંગની મજા લઇ શકો છો.

X
you can plan to visit this 5 beautiful destination in october
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી