વગર વિઝાએ ફરો વિશ્વના આ સુંદર દેશોમાં, પ્રવાસ બનશે યાદગાર

divyabhaskar.com

Sep 28, 2018, 07:39 PM IST
you can go for travel this 8 country without visa

ટ્રાવેલ ડેસ્કઃ જો તમે નવી નવી જગ્યાઓ જોવા અને એડ્વેન્ચર કરવાનો શોખ ધરાવો છો પરંતુ દરેક સ્થળે જઇ નથી શકતા, તો વિશ્વના અનેક એવા દેશો છે જ્યાં તમે વગર વિઝાએ ફરી શકો છો અને પ્રવાસને યાદગાર બનાવી શકો છો. આજે અમે વિશ્વના અનેક એવા દેશો અંગે જણાવી રહ્યાં છીએ જ્યાં તમે ઓછા બજેટમાં પ્રવાસનું આયોજન કરી શકો છો.


હોંગકોંગ
હોંગકોંગ વિશ્વભરમાં ફાઈનાન્સિયલ હબ તરીકે અને વૈભવી શોપિંગ માટે જાણીતું છે. આ ઉપરાંત અહીંનું કલ્ચર અને ઇતિહાસ પણ બધાથી અલગ છે. ડિઝનીલેન્ડ, ઓસિયન પાર્ક અને લાન્ટાઉ આઇલેન્ડ જેવા સ્થળોએ જવાની તક માત્ર હોંગકોંગ આપે છે. ઓસિયન પાર્ક અલગ-અલગ પ્રકારના શો અને રાઇડ્સ માટે જાણીતું છે તો ડિઝનીલેન્ડ બાળકોથી લઇને વડીલોને ઘણું પસંદ પડે છે. લાન ક્વાઇ ફાંગમાં તમે પાર્ટી અને નાઇટલાઇફ એન્જોય કરી શકો છો. સૌથી સારી વાત છે કે ઇન્ડિયન્સ માટ હોંગકોંગમાં વિઝા ઓન અરાઇવલની સુવિધા છે. એટલે કે ત્યાં ફરવા માટે માત્ર પાસપોર્ટની જરૂર છે.

નેપાળ
નેપાળ જવા માટે કોઇ પાસપોર્ટ કે વિઝાની જરૂર રહેતી નથી. ભારતીયોએ માત્ર એક ફોટો ઓળખપત્ર સાથે આખું નેપાળ ફરી શકો છો. એકદમ શાંત અને સુંદર નેપાલ આર્ટ અને એડ્વેન્ચર પસંદ લોકો માટે કોઇ જન્નતથી ઓછું નથી. જેની ઝલક તમને આ દેશના ખૂણે-ખૂણે મળી જશે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેઝ સાઇટમાં સામેલ ભક્તપુર દરબાર સ્ક્વેર જવાનું ભૂલતા નહીં. એડ્વેન્ચર માટે અહીં અન્નપૂર્ણા સર્કિટ ટ્રેકિંગ છે જેને પૂર્ણ કરવામાં 20 દિવસ લાગે છે. આ વિશ્વનું શાનદાર ટ્રેકિંગ ડેસ્ટિનેશન્સમાનું એક છે. તેમજ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેકિંગની શરૂઆત પણ નેપાળથી થાય છે.

જમૈકા
જમૈકા પણ 30 દિવસો સુધી વિઝા વગર ફરવાની સુવિધા આપે છે. સુંદર આઇલેન્ડ, પર્વતો અને બીચ પર ટેન્શન વગર રજાઓ ગાળવાની મજા જ અલગ છે જમૈકા આવીને તમે તમારી આ ઇચ્છા સરળતાથી પૂરી થઇ શકે છે.

માઇક્રોનેશિયા
તેમાં કોઇ શંકા નથી કે માઇક્રોનેશિયા વિશ્વના સૌથી સુંદર દેશોમાંથી એક છે. 2100 આઇલેન્ડવાળા આ દેશમાં તમે સહેલાયથી 30 દિવસો સુધી વિઝા વગર ફરી શકો છો. મંદિર, લૈગૂન અને બીચને વધારે સુંદર બનાવવાનું કામ તેની આસપાસ ફેલાયેલી હરિયાળી છે. ઉપરાંત નાના મડોલ, કેપીરોહી વોટરફોલ અને તમિલયોગ ટ્રેલ અહીના જાણીતા ટ્રાવેલ ડેસ્ટિનેશન્સ છે.

ડોમિનિકા
તમને જાણીને આનંદ થશે કે આ દેશમાં વગર વિઝાએ તમે 6 મહિના ફરી શકો છો. સુંદર લિલાછમ પર્વતો અને જંગલોમાં ટ્રેકિંગના ઓપ્શન મળશે. અહીં કેબરિટ્સ નેશનલ પાર્ક, બ્વોયલિંગ લેક, મ્યૂઝિયમ ઓફ રમ, ટ્રાફલગર ફોલ્સ, ડોમિનિકા બોટેનિકલ ગાર્ડન અને મોર્ન ડાયબ્લોટિન નેશનલ પાર્ક જોવા જરૂર જવું જોઇએ. બ્વોયલિંગ લેકમાં 24 કલાક પાણી ઉકળતું રહે છે. આ ઝીલ સુધી ટ્રેકિંગને ખતરનાક માનવામાં આવે છે.

માલદીવ
માલદીવ એરિયા અને જનસંખ્યાના મામલે નાનો દેશ છે પરંતુ ફરવા માટેના અહીં અનેક ઓપ્શન્સ છે. તેનો અંદાજો એ વાતથી લગાવી શકો છો કે અહીં લગભગ 1200 આઇલેન્ડ છે. સુંદર વ્હાઇટ બીચ, અન્ડરવોટર સ્પોર્ટ્સ અને વૈભવી સુવિધાઓવાળા અહીંના રિસોર્ટ દેશ-વિદેશના ટૂરિસ્ટોને પોતાની તરફ આકર્ષિત કરે છે. જો તમારી પાસે પાસપોર્ટ છે તો અહીં જવાનું પ્લાનિંગ કરી શકો છો. માલદીવ હનીમૂન કપલ્સ માટે ફેવરિટ ડેસ્ટિનેશન છે.

કમ્બોડિયા
કમ્બોડિયા પણ ઘણું લોકપ્રિય ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. જ્યાં તમે ઘણા ઓછા બજેટમાં ફરવાનું પ્લાનિંગ બનાવી શકો છો. કમ્બોડિયાના અંકોર શહેરમાં વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર ‘મહામંદિર’ આવેલું છે. જે યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતમાં સામેલ છે. મંદિરમાં વાસ્તુકળાથી લઇને અહીં ઉગતા અને આથમતા સૂર્યને જોવાનો એક અલગ જ નજારો છે. આ ઉપરાંત પોન પોહના રોયલ પેલેસ, સિસોબાથ કર્વ, પ્રેહ માનિવોંગ નેશનલ પાર્ક, અંકોર થોમ પણ ફરવા માટેના સુંદર સ્થળો છે. કમ્બોડિયામાં ભારતીય ટૂરિસ્ટ વિઝા વગર 30 દિવસ સુધી રહી શકે છે. પરંતુ ત્યાં રોકાવા માટે અનેક પ્રકારના દંડ અને સજાની જોગવાઇ છે.

કુક આઇલેન્ડ
કુક આઇલેન્ડ જઇને તમે સ્વીમિંગથી લઇને કયાકિંગ તથા બીજી અન્ય પ્રકારની વોટર સ્પોર્ટ્સની મજા માણી શકો છો. અહીં સેટરડે માર્કેટ પણ ફરવાલાયક છે જ્યાં લાઇવ પરફોર્મન્સ દ્વારા લોકોને તમારા અનોખા ટેલેન્ટને નિખારી શકો છો. કુક આઇલેન્ડમાં પણ તમે વિઝા વગર જઇ શકો છે. અહીં તમે 31 દિવસ વિઝા વગર ફરી શકો છો.

X
you can go for travel this 8 country without visa
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી