ગુજરાતનું કચ્છ જ્યાં એકલા જ તો પણ નહીં આવે કંટાળો, જોવાલાયક છે અનેક સ્થળો

ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી ગમે ત્યારે અહીં જવાનો બનાવી શકો છો પ્લાન

divyabhaskar.com | Updated - Sep 29, 2018, 05:16 PM
you can enjoy in kutch even no one come with you

ટ્રાવેલ ડેસ્કઃ કચ્છ પોતાની સુંદરતાની સાથે વાઇલ્ડલાઇફ રિઝર્વ, ઐતિહાસિક અને દર્શનીય સ્થળો માટે દેશ-વિદેશના પ્રવાસીઓની વચ્ચે ઘણું લોકપ્રીય છે. જો તમે અહીં એકલા ફરવા આવવાની યોજના બનાવો તો પણ કચ્છના અનેક સારા ટ્રાવેલ ડેસ્ટિનેશન છે જે તમને એકલા હોવા છતાં પણ કંટાળો નહીં લાવવા દે. દૂર-દૂર સુધી ફેલાયેલી સફેદ રેતીની ચાદર ઓઢેલા આ સ્થળની સુંદરતાને શબ્દોમાં વર્ણવી અઘરી છે. અહીં દર વર્ષે શિયાળા દરમિયાન રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આજે અમે અહીં કચ્છના પ્રવાસ દરમિયાન જોવાલાયક કેટલાક સ્થળો અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ.


કચ્છમાં જોવાલાયક સ્થળો
આઇના મહેલ

મહેલના નામથી જ અંદાજો લગાવી શકો છો કે આઇના મહેલનો અર્થ કાચથી સજેલો મહેલ. જેને 1761માં લખપતિજીએ બનાવ્યો હયો ઇન્ડો-યૂરોપિયન સ્ટાઇલનો આ મહેલ સફેદ સંગેમરમરથી બનેલો છે, જેને કાચથી ઢાંકવામાં આવ્યો છે. તેથી તેનું નામ આઇના મહેલ રાખવામાં આવ્યું છે. વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં મહેલનો બેડરૂમ, મ્યૂઝિક અને દરબારને નુકસાન પહોંચ્યુ હતું. જેને બાદમાં મ્યૂઝિયમનું સ્વરૂપ આપવામાં આવ્યું.

સફેદ રણ
વિશ્વનું સૌથી મોટું સોલ્ટ રન અહીં છે. શિયાળામાં આ રણમાં ઉત્સવ યોજવામાં આવે છે, જે દરમિયાન અહીં અનેક રંગારંગ કાર્યક્રમો કરવામાં આવે છે. જેનો આનંદ માણવા માટે વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીં આવે છે. જો તમે એકલા ફરવા જાઓ તો પણ તમને શાંતિનો અહેસાસ થઇ શકે છે અને મસ્તીભર્યુ વાતાવરણ મળી શકે છે.

માંડવી બીચ
સામાન્ય બીચથી અલગ માંડવી બીચ ઘણું સાફ અને સ્વચ્છ છે અને આ જ કારણ છે કે અહીંના લોકપ્રીય ટ્રાવેલ ડેસ્ટિનેશનમાં સામેલ છે. આ બીચ પર અનેક ફિલ્મોની શૂટિંગ કરવામાં આવ્યું છે.

you can enjoy in kutch even no one come with you

પ્રાગ મહેલ
કચ્છમાં ફરવા જાઓ તો પ્રાગ મહેલની સુંદરતાને નિહાળવાનું ભૂલતા નહીં. કચ્છ અને ઇટાલિયન આર્ટિસ્ટો દ્વારા બનાવવામાં આવેલો આ મહેલ ઘણો જ અદભૂત છે.
 

ધોળાવીરા
હડપ્પા અને લોથલ બાદ કચ્છમાં આવેલા ધોળાવીરામાં જઇને તમે દેશની જૂની સભ્યતા અને સંસ્કૃતિને નિહાળી શકો છો અને જાણી શકો છો.
 

કચ્છ મ્યૂઝિયમ
ગુજરાતના જૂના સંગ્રહાલયોમાંનો એક કચ્છમાં આવેલો છો. ભૂજના હમીરસર તળાવ કિનારે આ મ્યૂઝિયમમાં મહારાવ ખેંગારજીને લગ્નમાં મળેલા દેશ-વિદેશના ઉપહારોને જોઇ શકો છો.

you can enjoy in kutch even no one come with you

 ક્યારે જવું
કચ્છ ફરવા જવા માટેનો શ્રેષ્ઠ સમય શિયાળો છે. ઓક્ટોબરથી લઇને ફેબ્રુઆરી દરમિયાન ગમે તે સમયે તમે અહીં જવાની યોજના બનાવી શકો છો. આમ તો ચોમાસા દરમિયાન પણ અહીંનો નજારો જોવાલાયક હોય છે. પરંતુ ઉનાળામાં અહીં ન જવું જોઇએ કારણ કે ત્યાંનું તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે.
 

કેવી રીતે પહોંચવુ
કચ્છ જવા માટે ગુજરાતના કોઇપણ ખૂણેથી તમને કચ્છના મુખ્યમથક ભૂજ માટેની ખાનગી અને સરકારી બસો મળી જશે. ભૂજ હવાઇ માર્ગ અને રેલ માર્ગથી દેશ અને રાજ્યના અનેક શહરે સાથે જોડાયેલું છે.

X
you can enjoy in kutch even no one come with you
you can enjoy in kutch even no one come with you
you can enjoy in kutch even no one come with you
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App