નોર્વેથી ફિનલેન્ડ સુધી જોઈ શકાય છે નૉર્દન લાઇટ્સના સુંદર નજારા, ધરતી અને સૂર્યના પાર્ટિકલ્સ અથડાવાથી સર્જાય છે અદભુત દ્રશ્યો

Divyabhaskar.com

Oct 10, 2018, 06:55 PM IST
Best Places to See the Northern Lights and Southern Lights

ટ્રાવેલ ડેસ્કઃ જો તમે એવું વિચારો છો કે રાતના સમયે આકાશ માત્ર બ્લેક જ દેખાઈ દે છે તો આ તમારી ખોટી માન્યતા છે. આ ધરતીના કેટલાક ભાગમાં થોડી વિશેષ પરિસ્થિતિઓમાં આકાશનો નજારો રંગીન દેખાઈ દે છે. અહીં આકાશમાં ગ્રીન, યેલ્લો, ઓરેંજ વગેરે કેટલાય રંગો નજર આવે છે. આ અદભુત ઘટના નૉર્દન લાઇટ્સના નામથી ઓળખાય છે.

નૉર્દન લાઇટ્સનું કારણ શું છે?

વાસ્તવમાં નૉર્દન લાઇટ્સ પ્રકૃતિનો એક એવો ચમત્કાર છે જે ધરતીના ગેસ પાર્ટિકલ્સ અને સૂર્યના વાતાવરણમાં મોજુદ પાર્ટિકલ્સની વચ્ચે અથડામણથી ઉત્પન્ન થાય છે. કલરમાં જે વેરિએશન થાય છે તે આ ગેસના પ્રકાર પર નિર્ભર કરે છે જે પરસ્પર અથડાય છે. આ પ્રાકૃતિક રંગોમાં સૌથી સામાન્ય રંગ પેલ યેલોઇશ-ગ્રીન હોય છે જે ધરતીથી 60 મીલ ઉપર ઓક્સીજનના મૉલેક્યુલ્સથી ઉત્પન્ન થાય છે, તો ચાલો જાણીએ ધરતીની આ 10 જગ્યાઓ વિશે જ્યાં નૉર્દન લાઇટ્સના શાનદાર દૃશ્યો દેખાઈ દે છે...

1. ટ્રોમ્સો, નૉર્વે

જેમ શહેરમાં રાત થાય છે, શહેરોની વચ્ચોવચ ખૂબ જ આશ્ચર્યજનક લાઇટ દેખાવા લાગે છે. હા, કંઈક આવા જ દૃશ્યો છે નૉર્વે શહેરના ટ્રોમ્સોનો. ટ્રોમ્સોમાં તમે આ રંગીન લાઇટ શોને જોઈ શકો છો. અહીં તમે શહેરની સુંદરતાની સાથે-સાથે રંગીન લાઇટમાં ફરવાનો આનંદ પણ માણી શકો છો.

2. આઇસલેંડ

જો તમે યોગ્ય સમય પર અહીં પહોંચી જાવ છો તો તમારા માટે અહીંનો દૃશ્ય ખૂબ જ રોમાંચક હશે. આઇસલેંડની નેચરલ લાઇટ્સ જોવા માટે તમને રેયક્જાવિકથી ત્રણ કલાકની સફર કરવી પડશે. અહીં તમે રૂરલ એરિયાના કોઈ પણ હોટસમાં રોકાઈ શકો છો.

3. યુકોન, કેનેડા

કેનેડામાં જો વિંટર રજાઓ વિતાવવાની ઈચ્છા છે તો તમારા માટે આ એક ખાસ ડેસ્ટિનેશન થઈ શકે છે. ગ્રીન, યેલ્લો, મજેંટા અને બ્લી કલર મિક્સ લાઇટને તમે પોતાના રૂમની બારીમાંથી જોઈ શકો છો. અહીંની લાઇટનો આનંદ લેવા માટે કોઈ નજીકમની હોટલમાં રોકાવ અને રાતના અંધારામાં તેની મજા માણો.

4. લૉન્ગયેરબ્યેન, નૉર્વે

આ જગ્યા પર તમને એવો અહેસાસ થશે જાણે પ્રકાશ નૃત્ય કરી રહ્યું હોય. તેને જોવાની પોતાની જ મજા છે. તેના માટે તમારે લૉન્ગયેરબ્યેનથી થોડું અંતર પર જવું પડશે. આ લાઇટનો દૃશ્ય જોવા માટે તમને શહેરની બહાર નાના-નાના રેસ્ટોરાં અને રિજોર્ટમાં રહેવાની વ્યવસ્થા મળી જશે. અહીં લાઇટ આછાં ગ્રીન રંગની હોય છે. આ તમને ઘણી દૂર સુધી દેખાતી રહેશે.

5. સારીસેલ્કા, ફિનલેંડ

શું તમને ખબર છે કે ફિનલેંડના કોઈ વિસ્તારમાં રાતે આવું થાય છે જ્યાં તમે નૉર્દન લાઇટ્સ જોઈ શકો છો. સારીસેલ્કા પણ એક એવું જ ગામ છે જ્યાં વિંટરના સમયમાં તમે અહીંની લાઇટનો આનંદ માણી શકો છો.

આ પણ વાંચોઃ- 40 હજાર હાડપિંજરોથી બન્યું છે આ અનોખું ચર્ચ, અહીં આવીને કોઈને ડરનો તો કોઈને થાય છે શાંતિનો અહેસાસ

X
Best Places to See the Northern Lights and Southern Lights
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી