ગોવા જવાનું કરી રહ્યાં છો પ્લાનિંગ, આ 4 સ્થળોની અવશ્ય લેવી જોઇએ મુલાકાત

ગોવામાં અનેક સ્થળો એવા છે જે તમારા પ્રવાસને બનાવી દે છે વધુ રોમાંચક

divyabhaskar.com | Updated - Nov 19, 2018, 04:59 PM
when you go for goa tour must visit this 4 place

ટ્રાવેલ ડેસ્કઃ એક ટ્રાવેલ ડેસ્ટિનેશન તરીકે ગોવા પ્રવાસીઓની યાદીમાં સૌથી ટોપ પર આવે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે યોગ્ય પ્લાનિંગ ન હોવાના કારણે આપણે અનેક ફરવાલાયક સ્થળો આપણી ટ્રાવેલ યાદીમાં ઉમેરવાનું ભૂલી જઇએ છીએ, જેના કારણે આપણી ગોવા યાત્રા એટલી યાદગાર અને રોમાંચક બનતી નથી. જેને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં એવા જ કેટલાક ટૂરિસ્ટ પ્લેસ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જેને તમે તમારા ગોવા ટ્રાવેલ લિસ્ટમાં ઉમેરી શકો છો.


બટરફ્લાઇ કંઝર્વેટરી, પોણ્ડા
પતંગિયાઓની સુંદરતાને નિહાળવી છે તો પોણ્ડા બટરફ્લાઇ કંઝર્વેટરી જરૂર જાઓ. અહીં તમે પતંગિયાઓની સાથે નેચરને નજીકથી અનુભવી શકો છો. ચોમાસા બાદ અહીં ફરવા જવાનો બેસ્ટ સમય માનવામાં આવે છે.


સ્પાઇસ પ્લાન્ટેશન
ગોવાના મસાલાના બગીચા ફરવાની દૃષ્ટિએ ભલે ઓફબીટ ડેસ્ટિનેશન હોય પરંતુ ત્યાંનો અનુભવ તમે ક્યારેય પણ ભૂલી નહીં શકો. ઝાડો અને મસાલાની ખુશ્બુની વચ્ચે ફરવાનો એક અલગ જ રોમાંચ હોય છે. એટલું જ નહીં તમે ત્યાં એલિફન્ડ રાઇડનો આનંદ પણ ઉઠાવી શકો છો.


માણ્ડવી નદી પર ક્રૂઝથી સનસેટ નિહાળો
ગોવા ભારતના બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશનમાનું એક માનવામાં આવે છે. જો તમે તમારા પાર્ટનર સાથે અહીં જાઓ તો માણ્ડવી નદી પર ક્રૂઝ રાઇડ થકી સુંદર સનસેટ નિહાળી શકો છો.


ડોલ્ફિન સ્પોટિંગ
સાઉથ ગોવનું વર્કા ડોલ્ફિન સ્પોટિંગ ટ્રિપ માટે ઘણું જાણીતું છે. ડોલ્ફિનને જોવા માટે સતત બોટ્સ ચલાવવામાં આવે છે. આ અનુભવ રોમાંચથી ભરેલો હોય છે. આ સ્થળે જાન્યુઆરીથી મે અને ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે જઇ શકો છો.

X
when you go for goa tour must visit this 4 place
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App